દ્વારકા જિલ્લામાં મંજુર કરવામાં આવેલ બોકસાઇટ ખનીજની લીઝ સંબંધમાં વિધાનસભામાં પ્રશ્ર્નો પુછતાં ધારાસભ્ય

  • April 14, 2021 08:19 PM 

કલ્યાણપુરમાં 104 બોકસાઇટની લીઝ: બે વર્ષમાં 2778.85 લાખની સરકારને થયેલી આવક

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં તાલુકાઓમાં બોકસાઇટની કેટલી લીઝો આવેલી છે, તેમાંથી બેટલો જથ્થો કાઢવામાં આવ્યો અને સરકારને કેટલી રોયલ્ટીની આવક થઇ તે બાબત સંબંધમાં વિધાનસભામાં પ્રશ્ર્નો ઉઠાવી જાણવા માંગેલ છે કે, તા.31-12-2020ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં તાલુકાવાર બોકસાઇટની કેટલી લીઝો આવેલી છે ? તેમજ હાલમાં ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર કઇ કંપની દ્વારા બોકસાઇટનો કેટલો જથ્થો કાઢવામાં આવ્યો અને તે અન્વયે સરકારને રોયલ્ટીની કેટલી આવક થઇ છે...?

ધારાસભ્યનાં પ્રશ્ર્નોનાં જવાબમાં સરકારમાં આવી બાબતોનો હવાલો સંભાળતાં મુખ્યમંત્રી (ખાણ-ખનીજ) દ્વારા વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ છે તા.31-12-2020ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર બોકસાઇટની લીજની સંખ્યા કલ્યાણપુર 104, ભાણવડ, ખંભાળીયા અને ઓખામંડળમાં શૂન્ય છે.
સરકારને છેલ્લા બે વષૃમાં આવક થયેલ છે જેમાં તા.1-1-2019થી તા.31-12-2019 ા. 1614.25 (લાખ) અને તા.1-1-2020 થી તા.31-12-2020 ા.1164.60 લાખ મળી કુલ 2778.85 લાખનો સમાવેશ થાય છે તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પુછેલ પ્રશ્ર્નોનાં જવાબમાં મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં લેખીત જવાબમાં જણાવવામાં આવેલ છે. તે મુજબ ધારાસભ્ય વિક્રમભાઇ માડમનાં કાયર્લિયની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS