દ્વારકા-પોરબંદર જિલ્લામાં આરટીઈ એકટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલ પ્રવેશ સંબંધમાં વિધાનસભામાં પ્રશ્ર્ન પૂછતા ધારાસભ્ય

  • April 12, 2021 09:06 PM 

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જિલ્લાવાર ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં? તે પૈકી આરટીઈ એકટ હેઠળ કેટલાં બાળકોને પ્રવેશ આપવાનો થતો હતો? અને કેટલાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો? તે સંબંધમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વિધાનસભામા પ્રશ્ર્નો પૂછી જાણવા માંગેલ હતું કે, તા.31.12.20ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જિલ્લાવાર ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં? તે પૈકી ઉકત જિલ્લાવાર આરટીઈ એકટ હેઠળ કેટલાં બાળકોને (25 ટકા લેખે) પ્રવેશ આપવાનો થતો હતો? અને ઉકત સ્થિતિએ ઉકત જિલ્લાવાર કેટલાં બાળકોને આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો?

ધારાસભ્યના પ્રશ્ર્નોના જવાબમાં સરકારમાં આવી બાબતોનો હવાલો સંભાળતા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જવાબમાં જણાવવામાં આવેલ કે, તા.31.12.20ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જિલ્લાવાર ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં જેમાં દેવભૂમિ દ્વારકામાં 2019-20માં 4666 તથા વર્ષ 2020-21માં 3404 તેમજ પોરબંદર જિલ્લામાં 2019-20માં 4029 અને 2020-21માં 4072નો સમાવેશ થાય છે.

બાળકોને આરટીઈ એકટ હેઠળ (25 ટકા લેખે) પ્રવેશ આપવાનો થતો હતો જેમાં દેવભૂમિ દ્વારકામાં 2019-20માં 1190 તથા 2020-21માં 867 તેમજ પોરબંદરમાં 1023 તથા 2020-21માં 786નો સમાવેશ થાય છે. તેમ વિક્રમભાઈ માડમ દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભામાં લેખિત જવાબમાં જણાવવામાં આવેલ છે તેમ વિક્રમભાઈ માડમના કાયર્લિયની અખબારી યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS