જામ્યુકોના શાસકો માટે ૮ કરોડનાં ખર્ચે આલીશાન સભાગૃહ તૈયાર

  • April 25, 2025 11:08 AM 

જુઓ આ રહ્યો પુરાવો: નવી ઇમારત ૮ કરોડમાં ઉભી થઇ તો પછી ટાઉનહોલનો ૭ કરોડનો રીનોવેશન કયાંથી હજમ થાય.....?!

સભાગૃહમાં સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, ૨૬૫ બેઠકોની વ્યવસ્થા, રર સી.સી. ટી.વી. કેમેરા, વી.આઇ.પી.વેઇટીંગ ‚મ, પેઇન્ટ્રી ‚મ, રેકર્ડ ‚મ, સ્ટોર ‚મ, લીફટ, એલ.ઇ.ડી. ટી.વી. સહિતની અદ્યતન વ્યવસ્થા, આવતુ જનરલ બોર્ડ નવા બીલ્ડીંગમાં મળે તેવી શકયતા

જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા એક પછી એક પ્રોજેકટ શ‚ થતા જાય છે. શાસકો માટે ‚ા.૮ કરોડનું આલીશાન સભાગૃહ તૈયાર થઇ ચુકયુ છે અને કદાચ આવતુ જનરલ બોર્ડ આ જગ્યાએ મળશે. પરંતુ આ નવી સુવિધા જોઇને ખરેખર ત્યાં બેસી રહેવાનું મન થાય છે, ૨૬૫ બેઠકોવાળુ આ સભાગૃહ સેન્ટ્રલી એ.સી. બનાવવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ પ્રુફ સુવિધા, ૨૨ જેટલા સી.સી. ટીવી કેમેરા, લીફટ, અને બાલ્કનીમાં ૯૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બીલ્ડીંગ તૈયાર થઇ ચુકયુ છે ત્યારે જામનગરના શાસકોને એક નવી ભેટ મળશે. 

૧૯૩૦માં કોર્પોરેશનમાં સભાગૃહ બન્યુ હતું તે ૧૫ દિવસ પહેલા તોડી નાખવામાં આવ્યું છે. નવુ જનરલ બોર્ડનું સભાગૃહ આધુનિક થાય તે માટે અગાઉના મ્યુ. કમિશનર વિજય ખરાડી, હાલના મ્યુ. કમિશનર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની અને ના. કા. ઇજનેર રાજીવ જાનીએ સતત પ્રયાસો કરીને આ બિલ્ડીંગ બનાવવામાં ઝીણવટભર્યું ઘ્યાન આપવામાં તેઓ સફળ થયા છે. કવાડ ક્ધસ્ટ્રકશન દ્વારા આ આધુનિક બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જેમાં ખુબ જ અવનવી સારી સુવિધા રાખવામાં આવી છે.

ખાસ કરીને બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો સભાગૃહમાં ૧૪૦ સીટીંગ, અદ્યતન બાલ્કનીમાં ૯૦, સ્ટેજ ઉપર ૩૫ બેઠકો મળીને કુલ ૨૬૫ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સભાગૃહમાં આ વખતે પત્રકારો માટે વધુ બેઠકો ફાળવવામાં આવી છે. ગ્રાઉન્ડફલોરમાં પાર્કિંગ વ્યવસ્થા, બિલ્ડીંગના આગળના ભાગમાં પણ પાર્કિંગ વ્યવસ્થા, બન્ને સાઇડ લીફટ, ફાયર સીસ્ટમ, વી.આઇ.પી. વેઇટીંગ એરીયા, પેઇન્ટ્રી ‚મ, રેકર્ડ ‚મ, અદ્યતન સ્ટેજ, સભાગૃહમાં ટેબલની વ્યવસ્થા, માઇક સીસ્ટમ, પ્રેઝન્ટેશન માટે પ્રોજેકટર અને સ્ટેજ પર પડદાની વ્યવસ્થા ઉપરાંત સ્ટેજ ઉપરથી પ્રેઝન્ટેશન જોવા માટે બન્ને સાઇડ એલ.ઇ.ડી. ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સભાગૃહ સેન્ટ્રલી એ.સી. બનાવવામાં આવ્યું હોય એક અદ્યતન ટોકીઝ જેવું દેખાય છે. અન્ય નગરજનો માટે પાસની વ્યવસ્થા છે જેમને પાસ ઇસ્યુ કરાશે તેઓને જ આ ઓડીટોરીયમમાં પ્રવેશ મળશે. 

ઓડીટોરીયમ ૪૯૭૫ ચો.ફૂટમાં અદ્યતન લાઇટ સીસ્ટમ સાથે બનાવ્યું છે. ઓટોસ્ટીક ઇફેકટ માટે હોલ પેનલીંગ, આધુનિક ફોલ્સ સીલીંગ, ઉપરાંત જી સ્વાનની કનેકટીવીટી, વીડીયો સ્ક્રીન એરેજમેન્ટ પણ રાખવામાં આવ્યું છે, ખખડધજ થયેલુ જુનું બિલ્ડીંગ પાડી નાખવામાં આવ્યું છે ત્યારે ‚ા.૮ કરોડનાં ખર્ચે બનાવાયેલુ આ સભાગૃહ મનમોહિત કરી દે તેવું છે. ટાઉનહોલનાં રીનોવેશન માટે ‚ા. ૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ ‚ા. ૮ કરોડમાં સેન્ટ્રલી એ.સી. વાળુ નવુ સભાગૃહ બાલ્કની સાથે બની ગયું.

જામનગર શહેરમાં ફરીથી એક પ્રોજેકટ પુરો થઇ ગયો છે. કદાચ સભાગૃહ, ૩ હોસ્પિટલ, હાપા બ્રીજ, અને ફલાય ઓવરબ્રીજનું ઉદઘાટન આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવે તેવી શકયતા છે. એકીસાથે ૬-૭ પ્રોજેકટનું ઉદઘાટન કરવામાં આવે હાલમાં તો ફલાય ઓવરબ્રીજ પુર્ણતાના આરે છે. આગામી દિવસોમાં સાયન્સ સીટી ભવન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ હાપા ખાતે, અદ્યતન ટાઉનહોલ, રીંગરોડ, સૈનિક ભવન પાસે ફલાયઓવર, લાલપુર બાયપાસ ચોકડી પાસે બ્રીજ સહિતના કામો ચાલુ છે. કેટલાક કામો ૭૦ થી ૯૦ ટકા પૂર્ણ થઇ ગયા છે. ત્યારે કોર્પોરેશનનાં બિલ્ડીંગમાં ફાયર સ્ટેશન પાસે બનેલુ હાઇફાઇ સભાગૃહ એક નમૂનેદાર બન્યુ છે એમ કહી શકાય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application