BREAKING NEWS

એન્ટાર્કટિકામાં મળેલો ચંદ્રનો ઉલ્કાપિંડ ચંદ્રયાન–૩ના લેન્ડિંગ સ્થળ સાથે જોડાયેલો: અભ્યાસમાં ખુલાસો

  • June 09, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ટાર્કટિકામાં ચાર દાયકાથી વધુ સમય પહેલાં મળેલો એક ચંદ્રીય ઉલ્કાપિંડ હવે ભારતના ચંદ્રયાન–૩ના લેન્ડિંગ સ્થળ સાથે જોડાયેલો હોવાનું નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ મહત્વપૂર્ણ શોધ અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ કરી છે અને તેનો અહેવાલ વૈજ્ઞાનિક જર્નલ એનપીજે સ્પેસ એકસ્પ્લોરેશનમાં પ્રકાશિત થયો છે.
૧૯૮૧માં એન્ટાર્કટિકાના એલન હિલ્સ વિસ્તારમાંથી વૈજ્ઞાનિકોએ કેટલાક ઉલ્કાપિંડોના ટુકડા એકત્રિત કર્યા હતા. બાદમાં તેમને એએલએચએ ૮૧૦૦૫ તરીકે ઓળખ આપવામાં આવી હતી. આ ઉલ્કાપિંડને ચદ્રં પરથી પૃથ્વી પર આવેલો પ્રથમ નિશ્ચિત ચંદ્રીય ઉલ્કાપિંડ માનવામાં આવે છે.
નવીન અભ્યાસ અનુસાર, એએલએચએ ૮૧૦૦૫ની રાસાયણિક રચના ચંદ્રયાન–૩ના શિવ શકિત સ્ટેશન ખાતે માપવામાં આવેલી માટીની રચના સાથે ખૂબ જ મેળ ખાય છે. ૨૦૨૩માં ચંદ્રયાન–૩ના વિક્રમ લેન્ડરે અહીં સફળતાપૂર્વક ઉતરાણ કયુ હતું અને પ્રજ્ઞાન રોવરે સપાટી પર વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી હતી.
અભ્યાસના મુખ્ય લેખક ડિવજેશ રાયના જણાવ્યા અનુસાર, પ્રજ્ઞાન રોવર પર લાગેલા આલ્ફા પાર્ટિકલ એકસ–રે સ્પેકટ્રોમીટર દ્રારા કરાયેલા વિશ્લેષણમાં ચંદ્રની માટીમાં મેેશિયમનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું હતું. આ વિશિષ્ટ્ર રાસાયણિક લક્ષણ સ્થળને અનોખી ઓળખ આપે છે. સંશોધક ઋષિતોષ કે. સિંહાએ જણાવ્યું કે એએલએચએ ૮૧૦૦૫ અને શિવ શકિત સ્ટેશન  વચ્ચે માત્ર એક જ નહીં,     (અનુ. ૧૧મા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application