કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓ ના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બધં થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યેા છે. કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલા માં પાલતુ ગાય અને ભેંસમાં મુત્ર ત્યાગ બધં થઈ જવાના વિચિત્ર રોગને કારણે કીમતી પશુઓનું મરણ પામવાના બનાવ બનતા તબેલાના માલિક માનસિંગભાઈ ગોવિંદભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા જોકે તેઓ પણ વર્ષેાથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારના સરકારી પશુ દવાખાના અધિક્ષક ડો. મેહત્પલભાઈ રાઠોડ ને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથ ધરી હતી જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું.
આ અંગે કોડીનાર પશુ દવાખાનાના ડો. મેહત્પલભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે માનસિંગભાઈ ડોડીયાના એક સાથે ૧૫ જેટલા દુધાળા પશુઓમાં આ પ્રકારનો એક જ સરખો રોગ ફેલાયેલો હોવાના કારણે તેમને સારવાર આપીને આ રોગ થવાના કારણોની સઘન તપાસ હાથ ધરતા અમારા તજજ્ઞ પશુ ચિકિત્સક જણાવ્યા મુજબ પશુઓને ખાવા માટે અપાતા મગફળીના પાલામાં સતત પડી રહેલા વરસાદ ને કારણે ફગ થવાના કારણે ફગ વાળો મગફળીનો પાલો ખાવાના કારણે પશુઓમાં ફગજન્ય રોગ વકર્યેા છે. માનસિંગભાઈ ડોડીયાનાં ૧૫ પશુઓ ને ફડ પોઈઝન થઈ ગયું છે જે પૈકી એક કીમતી ભેંસનું મૃત્યુ નીપયું છે અને બાકીના ૧૪ પશુઓની પશુ ચિકિત્સક ડોકટરો દ્રારા સારવાર ચાલુ કરાય છે ત્યારે પશુ માલિકોએ ફગજન્ય રોગથી બચવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં નશાખોરને સિક્યુરિટી સ્ટાફે પકડીને પોલીસ તથા 108 ને સોંપ્યો
May 13, 2025 09:40 AMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા થઈ માંગ
May 13, 2025 09:39 AMરાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ આધેડનું 15 વર્ષથી વિખૂટા પડેલા પુત્ર સાથે મિલન
May 13, 2025 09:38 AMજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech