લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. માર્કસ સ્ટોઈનિસે 62 રનની રમત બદલાવતી ઈનિંગ રમીને LSGની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા. જ્યારે લખનૌની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે એલએસજીની શરૂઆત સારી રહી ન હતી કારણ કે આઈપીએલમાં ડેબ્યૂ કરનાર અર્નિશ કુલકર્ણી પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર સાથે આઉટ થઈ ગયો હતો. તે પછી, સ્ટોઇનિસ અને કેએલ રાહુલની 58 રનની ભાગીદારી અને સ્ટોઇનિસ-દીપક હુડાની 40 રનની ભાગીદારીએ લખનૌને જીતની નજીક પહોંચાડ્યું.
એલએસજીએ પાવરપ્લે ઓવરમાં 1 વિકેટના નુકસાને 52 રન બનાવીને પોતાની જીતનો પાયો નાખ્યો હતો. લખનઉએ આગામી 9 ઓવરમાં ધીમી બેટિંગ કરી કારણ કે ટીમ 54 બોલમાં માત્ર 64 રન જ બનાવી શકી હતી. 15 ઓવર પછી ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાને 116 રન હતો, પરંતુ 6 વિકેટ હજુ બાકી હતી. તે જ સમયે જીતવા માટે 30 બોલમાં માત્ર 29 રનની જરૂર હતી.
મેચ હજુ પુરી થઈ નહોતી કારણ કે 18મી ઓવરમાં એશ્ટન ટર્નર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ તે જ ઓવરમાં આયુષ બદોનીએ આવતાની સાથે જ બેટ સ્વિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લી 2 ઓવરમાં એલએસજીને જીતવા માટે 15 રનની જરૂર હતી. 19મી ઓવરમાં આયુષ બદોનીનો રન આઉટ વિવાદાસ્પદ રહ્યો હતો. પરંતુ તે જ ઓવરમાં નિકોલસ પુરને ચોગ્ગો ફટકારીને મેચ લખનૌ તરફ ફેરવી દીધી હતી. છેલ્લી ઓવરોમાં નિકોલસ પૂરને 14 બોલમાં 14 રનની પ્રેશરથી ભરપૂર ઇનિંગ રમી હતી અને એલએસજીને 4 વિકેટે જીત અપાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech