બનાસકાંઠા જિલ્લ ાના વાવ વિધાનસભા મત ક્ષેત્રમાં આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે સવારની ફલ ગુલાબી ઠંડીમાં મતદારોએ મતદાન મથક પર લાંબી લાઈનો લગાવી છે આજે સાંજે છ વાગ્યા સુધી ચાલનાર મતદાન બાદ ૧૦ ઉમેદવારોનું ભાવી મત પેટીમાં સીલ થશે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહયુ છે. જેમાં વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે યોજનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકશે.
વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્ર પર આવેલા કુલ ૩૦૧ પોલિંગ સ્ટેશન પર સવારમાં ૭ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ૩૨૧ બેલેટ યુનિટ ૩૨૧ કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વિવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુષ તેમજ ૧,૪૯,૪૭૮ ક્રી અને એક થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. યારે આગામી ૨૩ નવેમ્બરના રોજ મત ગણતરી બાદ પરિણામની જાહેરાત થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વાવ ભાભર અને સુઈગામ તાલુકાના કુલ ૧૭૯ ગામોમાં ૩૨૧ બુથો પર મતદાન થશે. જેમાં ૩,૧૦,૬૮૧ મતદારો મત આપી શકશે.
આમ છતાં મતદારોના મન અકળ રહ્યા છે આજે સાંજ સુધીમાં મતદાન સંપન્ન થયા પછી આગામી તારીખ ૨૩મી મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ ચિત્ર બહાર આવશે ત્યાં સુધી તો હાર જીતના દાવા રાજકીય પક્ષો દ્રારા કરવામાં આવશે.
જ્ઞાતિવાર મતોની સંખ્યા
ઠાકોર: ૮૩ હજાર, ચૌધરી: ૫૦ હજાર, દલિત: ૪૩ હજાર, રબારી: ૨૫ અજાર, બ્રાહ્મણ: ૧૮ રાજપૂત: ૧૮ હજાર, પ્રજાપતિ: ૧૨ હજાર, મુસ્લિમ: ૮ હજાર, અન્ય: ૧૩ હજાર
કોંગ્રેસે દલિત–રાજપૂત કાર્ડ કેમ ખેલ્યું?
કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી ટિકિટ ઈચ્છતા હતા પરંતુ ટિકિટ ન મળતા તેઓ નારાજ છે. આ સંજોગોમાં રબારી મતો. ભાજપની ઝોળીમાં આવી જાય તેવી શકયતા વધુ છે. આ તરફ કોંગ્રેસે ખોટ ભરપાઈ કરવા દલિત–રાજપૂત આ કાર્ડ ખેલ્યું છે. આ બન્ને સમાજના સંમેલનોમાં પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ અને ઉપાધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી સખત પ્રચાર કરી રહ્યા છે.
બ્રાહ્મણ, પ્રજાપતિ અને લોહાણા સમાજના મત મેળવવા પ્રયાસો
ઠાકોર, ચૌધરી, દલિત, રબારી અને બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ સમાજના પણ વીસ હજાર જેટલાં મતો છે. અંદાજે કુલ ૨.૬૦ લાખ મતદાતા ધરાવતી આ બેઠક પર પાતળી સરસાઈથી જીત મળી હોય તેવા ઘણાં દાખલા છે. આ જોતાં આ સમાજોના મત મહત્ત્વના છે. અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસ ભાજપ માટે કેટલા ભારે!
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં સમાજ વિદ્ધ બાકીના સમાજ થઈ ગયા હતા. ચૌધરી સમાજના માવજી પટેલ ભાજપ વિરોધી વલણ અપનાવી રહ્યા હોવાથી ઠાકોર સમાજ ભાજપની પડખે જાય તો તે ભાજપને ફાયદો થઈ શકે છે. ભાજપને મળતા ચૌધરી મતો પૈકી મારવાડી ચૌધરી સમાજના ૩૦ હજાર મતો તેમના સમાજના માવજી પટેલને ફાળે જઈ શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech