Lok Sabha Election 2024: ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર કર્યા જાહેર

  • March 24, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.


ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર ભાજપે કર્યા જાહેર  

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારના નામની પણ જાહેરાત પાંચમી યાદીમાં કરી દિધી છે. 


જૂઓ નામ

મહેસાણા - હરિભાઈ પટેલ

સાબરકાંઠા - શોભનાબેન બરૈયા

સુરેન્દ્રનગર - ચંદુભાઈ શિહોરા

જૂનાગઢ - રાજેશભાઈ ચુડાસમા

અમરેલી - ભરતભાઈ સુતરીયા

વડોદરા - ડૉ.હેમાંગ જોષી


ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નવીન જિંદાલ અને કંગના રનૌતનો સમાવેશ થાય છે.


ભાજપે લોકસભા ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્રથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ આપવામાં આવી છે.


નવીન જિંદાલને ટિકિટ મળી

પાર્ટીએ નવીન જિંદાલને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેઓ કોંગ્રેસનું સભ્યપદ છોડીને ભાજપમાં જોડાયા છે. બીજેપીમાં જોડાયાના એક કલાક બાદ જ કુરુક્ષેત્રથી નવીન જિંદાલના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે લિસ્ટમાં કંગના રનૌતનું નામ પણ બધાને ચોંકાવી દીધા હતા. ભાજપે કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવ્યા છે.


જૂઓ સંપૂર્ણ લીસ્ટ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application