રાજકોટ જિલ્લાના રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકા સ્માર્ટ વિલેજ જાહેર

  • February 20, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લ ાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસદં કરાયેલાં ગામો છે.આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લ ાના રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકા, જૂનાગઢ જિલ્લ ાના ચોરવાડી, સમઢીયાળા, ધંધુસર, મટીયાણા, બાલાગામ, જામનગરના પીપર, વાકીયા, સીદસર ઉપરાંત બોટાદ જિલ્લ ાના એક ગામ અડતાળા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લ ાના મહત્પવર, એમ કુલ ૧૬ ગામોનો સમાવેશ થાય છે.

 સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસદં થયેલા આ ગામોના સવાગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ પિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ પુરસ્કાર રાશિ ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે.મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અધતન ટેકનોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના કવોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે.

આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ગુડ ગવર્નન્સના મોડેલ ગામ તરીકે વિકસે તથા એકશન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે.આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શકય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.
આ ધોરણો ધરાવતા ગામોએ જે ૧૧ માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં (૧) સરસ ગ્રામ વાટિકાગાર્ડન (૨) ફરજિયાત ડોર ટુ ડોર કલેકશન (૩) દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેકશન (૪) પંચાયત વેરા વસુલાત (૫) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય (૬) સ્માર્ટ ઇ–ગ્રામ સેન્ટરની સુવિધા (૭) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર ફટોપ (૮) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ (૯) ગ્રામ પંચાયત દ્રારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (૧૦) ગામમાં ગટર બનાવવી (૧૧) ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે.આ ૧૧ મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્રારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ ૨૦૨૨–૨૩ લેવામાં આવ્યું હતું.

આવા ગામો પસદં કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ધ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ બ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લ ા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી.આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લ ા કક્ષાની સમિતિ ધ્વારા કરવામાં આવી છે. ૯૦% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કારપ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે.આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ ૯૦ માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News