તાલુકા વિકાસ અધિકારીની ઉપરવટ જઈ ૧૪ પ્લોટ હરાજી કર્યા વિના બારોબાર વેચી માર્યા, તલાટી મંત્રીએ સાથ આપ્યો, ડીડીઓ ગવ્હાણેએ બન્નેને સબક શીખવ્યો આજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજકોટ જિલ્લ ાના લોધીકા તાલુકાના લોધીકા ગ્રામ પંચાયતના સરપંચે હાથમાં એના મોમાંની માફક સત્તાનો દુરૂપયોગ કરી તાલુકા વિકાસ અધિકારીની ઉપરવટ જઈ જરૂરી પ્રક્રિયા વિના બારોબાર ૧૪–૧૪ પ્લોટ હરાજી કરીને પોતાના મળતીયાઓને ફાળવી દેતાં અને આ સમગ્ર જમીન કાંડમાં તલાટી મંત્રી બી.એલ.મકવાણાએ સરપંચને સાથ આપી કરેલા કારસ્તાનમાં તપાસ દરમિયાન અંતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ સરપચં સુધાબેન કિશોરભાઈ વસોયાને હોદ્દા પરથી બરખાસ્ત કરી જયારે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચકચારી પ્રકરણની પ્રા વિગતો મુજબ લોધીકા ગામતળ લેઆઉટ પ્લાનમાં ૩૦૦ ચોરસ વાર ક્ષેત્રફળના થોરડી રોડ પર આવેલા પ્લોટમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વિના સબ પ્લોટીંગ અને દસ્તાવેજ કરી હરાજી કર્યા વિના આ જગ્યા મળતીયાઓને ફાળવી દીધી હતી. સરપચં દ્રારા ગત તા.૧૭ જાન્યુઆરીના રોજ પ્લોટ નં.૬ પૈકી ૧ અને ૨નું વેચાણ કરવામાં આવ્યું હતું. હરાજી માટેની કાર્યવાહીની સત્તા તાલુકા વિકાસ અધિકારી પાસે હોય છે. સરપચં દ્રારા આવી કોઈ લીગલ પ્રોસીઝરને અનુસર્યા વિના ટીડીઓની ઉપરવટ જઈ હરાજીની અપસેટ પ્રાઈઝ નકકી કરી લેવાઈ હતી. લોધીકાના ગામતળ ૧૪ પ્લોટની હરાજી સરપચં દ્રારા કરી નખાઈ અને પોતાના લાગતા વળગતાઓને પ્લોટ શીરપાઉ ધરી દેવાયા હતા. પંચાયત ધારા (અનુ. ૧૧મા પાને)જમીન કાંડમાં લોધીકા (છેલ્લા પાનાનું ચાલુ) નિયમ મુજબ સરપચં દ્રારા તેના હોદ્દાનો દુરૂપયોગ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડમાં લોધીકાના તલાટી કમ મંત્રી બી.એલ.મકવાણા દ્રારા સરપંચને સાથ અપાયો હતો અને મીલાપીપણુ કરીને ગેરરીતી આચરવામાં આવી હતી. આ ગાજેલા પ્રકરણમાં ડીડીઓ દ્રારા તપાસના આદેશ અપાયા હતા. દસ્તાવેજી પુરાવાઓના આધારે ડીડીઓ નવનાથ ગવ્હાણે કારસ્તાન કરનાર સરપંચને સાવ ઘરભેગા કરી દીધા છે. જયારે તલાટી મંત્રીને ફરજ પરથી મોકુફ કરવાનો હત્પકમ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMટીપી બ્રાન્ચમાં કમિશનર સુમેરા ત્રાટકયા; બે કર્મીને નોટિસ
April 08, 2025 03:31 PMસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech