રાજકોટમાં બુધવારથી મીની લોકડાઉન : દુકાનો બંધ રાખવા પોલીસ કમિશનરનું જાહેરનામું

  • April 28, 2021 07:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આવતીકાલ બુધવારથી મીની લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે રાત્રે એક જાહેરનામું બહાર પાડીને તમામ દુકાનો, લારી ગલ્લા, શોપીંગ મોલ સહિતની વ્યાપારિક પ્રવૃતિઓ બંધ રાખવા આદેશ બહાર પાડ્યો છે. તેમણે જીવન જરૂરી વસ્તુઓ જેમ કે કરીયાણાની દુકાન, શાકભાજીના વેપારી, મેડીકલ સ્ટોલ સહિતના ખુલ્લા રાખી શકાશે. જાહેરનામુ આગામી પ મે સુધી અમલી રહેશે.

 

 

 

 રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૬/૦૦ વાગ્યા દરમિયાન રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહી, રખડવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી.રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં તમામ આર્થિક/વ્યાપારિક પ્રવૃતિઓ જેવીકે દુકાનો, વાણિજયક સંસ્થાઓ, રેસ્ટોરેન્ટસ (Take away Service સિવાય) તમામ લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હૉલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે.તમામ માર્કેટિંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMCમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સબધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 

 

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરવાની રહેશે. અંતિમ ક્રીયા/દફન વિધી માટે ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન બેંક, Finance Tech સબધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેન્કોનું ક્લીયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને લાગુ પડશે નહી.તમામ પ્રકારના રાજકીય,સામાજીક,ધાર્મિક,સાંસ્કૃતિક શૈક્ષણિક,કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/સ્પોર્ટ્સ સ્ટેડીયમમાં રમતગમત ચાલુ રાખી શકાશે.તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે, ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધી ધાર્મિકસ્થાનોનાપૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.  અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS