જામજોધપુરમાં લોકડાઉન તા. 30 મી સુધી લંબાવાયું

  • April 28, 2021 09:15 PM 

અમુક પાછલા બારણે ધંધા ચાલુ રાખવાનો બુમ

જામજોધપુર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે જેના પગલે વેપારીઓ દ્વારા ત્રીજી વાર લોકડાઉન તા. ર6મીથી તા. 30મી સુધી લંબાવાયું છે. જો કે અમુક વેપારીઓ પાછલા બારણે ધંધા રોજગાર ચાલુ રાખતા હોવાની ચચર્િ ઉઠી છે.

જામજોધપુરમાં કોરોનાના સંક્રમણને ઘ્યાને રાખી વેપારી વર્ગ દ્વારા અગાઉ પ્રથમ વખત તા. 16 થી ર0 સુધી અને ત્યારબાદ તા. 20 થી 25 સુધી લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જે પ્રમાણે વેપાર-ધંધા બંધ રહ્યા હતા. જો કે, ત્યારબાદ કોરોના સંક્રમણ યથાવત રહેતા લોકડાઉન લંબાવી તા. 30 મી સુધી અમલી બનાવવામાં આવ્યું છે. હાલ જામજોધપુર સહિત ગ્રામ્ય પંથકમાં લોકડાઉનનું સંક્રમણ વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

બીજી બાજુ લોકડાઉનની અમલવારી વચ્ચે અમુક વેપારી પાછલા બારણે ધંધા-રોજગાર ચાલુ રાખતા હોવાની ચચર્િ પણ નાના વેપારીઓમાં ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS