મે–જૂનમાં લગ્નની શરણાઈ નહીં ગુંજે: વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે લોકડાઉન

  • April 15, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે વૈશાખ મહિનામાં એક પણ લગ્ન નો મુહર્ત ન હોવાથી વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને ફરી એક વખત લોકડાઉનની યાદ જીવતં બની છે. સામાન્ય રીતે વૈશાખ મહિનો અને ખાસ કરીને વણજોયા મુહર્ત અખાત્રીજ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્ર કચ્છમાં ૫,૦૦૦ થી વધુ લગ્ન આ મોસમમાં થતા હોય છે. પરંતુ આ વખતે ગુરૂ શુક્ર નો અસ્ત હોવાના લીધે મે અને જૂન મહિનામાં લગ્ન માટે એ પણ શુભ ચોઘડિયું આવતું ન હોવાના લીધે આ સમયગાળામાં લગ્નની શરણાઈ ગુંજતે નહી.

વિશેષમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર્રમાં કોઈપણ શુભ પ્રસગં ચોઘડિયું જોઈને કરવામાં આવતું હોય છે. ધનારક કે મીનારક કમુરતામાં એક પણ શુભ પ્રસગં રાખવામાં આવતો નથી. કારતક મહિનાથી શ કરી વૈશાખ મહિનામાં હજારો લ પ્રસગં અને શુભ કાર્યેા આ સમયગાળામાં યોજાતા હોય છે.
યારે આ વખતે ગુરૂ અને શુક્ર નો અસ્ત થતાં ૧ મેથી લઈ ૨૮ જૂન સુધી એટલે કે બે મહિના આ સમયગાળો ચાલવાનો હોવાથી વિધિવત રીતે એક પણ શુભ ચોઘડિયું આવતું નથી. એટલું જ નહીં અખાત્રીજે પણ ગુરૂ શુક્ર નો અસ્ત હોવાના લીધે મોટા ભાગના પરિવારોએ વણજોયા દિવસે શુભ પ્રસગં ન રાખવાનું મન મનાવી લીધું છે. પાંચ વર્ષ પછી ગ્રહનો આવો સહયોગ રચાઇ રહ્યો છે જેમાં બે મહિના સુધી એક પણ લગ્ન માટેનું મુહર્ત આવતું નથી

આગામી કારતક મહિનાના આ રહ્યા શુભ મુહર્ત
વિક્રમ સવતં ૨૦૧૧ થી એટલે કે દિવાળી પછી લગ્ન માટેના શુભ મુહર્તેા કારતક મહિનામાં અર્થાત નવેમ્બર મહિનામાં તારીખ ૧૭,૨૨, ૨૩, ૨૫,૨૬ ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં તારીખ ૩, ૫, ૬, ૭,૧૪ એ લના ઢોલ ઢબૂક થઈ યારે ૧૫ ડિસેમ્બરથી કમુરતા શરુ થઈ જશે

ચૈત્રમાં લગ્નના ચાર મુહર્ત, ધૂમ પ્રસંગ
આ મહિનામાં ૧૮ મી તારીખથી શુભ ચોઘડિયા શ થાય છે જેમાં તારીખ ૧૮ એપ્રિલ ૨૧ એપ્રિલ ૨૬ એપ્રિલ અને ૨૮ એપ્રિલ એમ ૪ મુહર્તેા હોવાથી રાજકોટ સૌરાષ્ટ્ર્રમાં ધૂમ લગ્નો છે. ત્યારબાદ ગુરૂ શુક્રનો અસ્ત શ થાય છે અને યોતિષશાક્ર મુજબ ગુ શુક્રના અસ્તમાં સગાઈ કે લગ્નો પ્રસગં થઈ શકતો નથી

ઉનાળામાં માત્ર લગ્નના ૧૦ મુહર્ત
આ વર્ષે ઉનાળાની મોસમમાં માત્ર ૧૦ લગ્ન માટેના સારા ચોઘડિયા આવે છે આ અંગે જયોતિષ શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું હતું કે તેમાં પણ મે અને જૂન મહિનામાં માંગલિક પ્રસંગો યોજાવાના નથી. શુક્રનો અસ્ત એક મેથી શરૂ થઈ ૨૮ જુન અને ગુરૂ નો અસ્ત ૭ મે થી શરૂ થઈ ૨ જૂન સુધી છે. ત્યારબાદ અષાઢ મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં તારીખ ૯, ૧૧ ૧૨ ૧૩ ૧૪ અને ૧૫ એમ ૬ મુહર્ત શુભ છે. આ ચોઘડિયા ૧૨ તારીખ ૧૭ જુલાઈ થી દેવપોઢી એકાદશી શરૂ થઈ જશે એટલે કારતક મહિના સુધી લગ્ન પ્રસગં યોજાઈ શકે નહીં

ગોરમહારાજ, પાર્ટીપ્લોટ, કેટરિંગથી લઇ મંડપ ડેકોરેશનના ધંધાર્થીઓને કરોડોનો ફટકો
અત્યારે ચૈત્ર મહિનામાં ચાર મુહરતો છે એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે પ્રસંગો યોજવાના છે અને આ ચાર સારા ચોઘડિયામાં જે લોકોએ પ્રસંગો લેવાયા હોવાથી ગોરમહારાજથી લઈ કેટર્સના ધંધાર્થીઓને હાઉસફુલ બુકિંગ થયું છે પરંતુ આગામી બે મહિનામાં ગુરૂ શુક્રના અસ્તએ આ તમામ વેપારીઓ કે જે લગ્ન પ્રસગં સાથે સંકળાયેલા છે તે તમામને લોકડાઉનના દિવસો ફરી યાદ આવી ગયા છે. રાજકોટ મંડપ ડેકોરેશન એસોસિએશનના અપૂલ દોશી એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવી છે કે અત્યારે માત્ર ચુંટણી કે બીજા નાના પ્રસંગો ને લઈ મંડપ ડેકોરેશન ની જર ઊભી થઈ છે બાકી બે મહિના લના મુરતો નથી જેના લીધે લાખો નો નુકસાન થશે પરંતુ જુલાઈ મહિનામાં ઓછા મુરતમાં વધુ લ હોવાથી આ નુકસાન ભરપાઈ થઈ જશે તેવી અમને આશા છે. યારે ગુજરાત કેટરીંગ એસોસિએશનના પ્રમુખના દિપકભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ સમયગાળાએ ફરી અમને કોરોનાની યાદ અપાવી દીધી છે. એક લ સાથે હજારો લોકોને રોજગારી મળતી હોય છે. ગોર મહારાજથી લઈ ફૂલ ના વેપારી અને છેલ્લે ટ્રાવેલ એજન્ટનો વેપાર લગ્ન પ્રસગં સાથે સંકળાયેલો હોય છે પરંતુ આ બે મહિનામાં લ ન હોવાના લીધે તમામ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે સામાન્ય રીતે વૈશાખ મહિનામાં આપણે ત્યાં ૫૦૦૦ જેટલા લગ્ન પ્રસગં યોજાતા હોય છે. જોકે એક વાતની ખુશી એ પણ છે કે દિવાળી પછી ના બુકિંગ અત્યારે થી શરૂ થઈ ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application