BREAKING NEWS

રેન્જ બાદ સ્થાનિક પોલીસની ખનીજ માફિયા સામે તવાઇ: ગોંડલ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપાઇ

  • June 01, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેન્જ બાદ સ્થાનિક પોલીસની ખનીજ માફિયા સામે તવાઇ: ગોંડલ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપાઇ

રાજકોટ રેન્જ આઇ.જીની સુચના હેઠળ રેન્જની ટીમ દ્રારા ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી શ કરાયા બાદ હવે સ્થાનિક પોલીસ દ્રારા પણ ખનીજ ચોરીના દૂષણ સામે અસરકારક કામગીરી શ કરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે મોવિયા ગામ પાસે ઐંડા ડોરા વિસ્તારમાં ખનીજ ચોરી ઝડપી લીધી હતી. પોલીસે અહીંથી બે ટ્રેકટર અને એક જેસીબી સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઇ.જી અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્રારા ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર શખસો ઉપર અંકુશ લાવવા અને સરકારી સંપત્તિ તેમજ કુદરતી સંપત્તિને નુકસાન કરતા શખસો વિદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ગોંડલના ઇન્ચાર્જ ડિવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના થાણા અધિકારી પ્રખર કુમારની રાહબરીમાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી માહિતી આધારે મોવિયા ગામથી બાંદ્રા ગામ તરફ જવાના રસ્તે ઐંડા ડોરા વિસ્તારમાં તપાસ કરતા એક જેસીબી તથા બે ટ્રેકટર દ્રારા ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે જેસીબી તથા ટ્રેકટર સીઝ કરી વાહન માલિકોને આરટીઓનો મેમો આપી તેમજ ખાણ ખનીજ ખાતાનો મેમો આપી આગળની કાર્યવાહી કરવા તથા કસુરદારો વિદ્ધ યોગ્ય દડં વસૂલ કરવા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરીને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પ્રોબેશનલ એએસપી પ્રખર કુમાર, પીએસઆઇ આર.જે. જાડેજા, એએસઆઇ રવિરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ રાણા, જયદીપસિંહ રાણા, અજયસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ પરમાર સાથે રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application