કલ્યાણપુર પંથકમાં જુગાર પર સ્થાનિક પોલીસની ધોંસ: ત્રણ દરોડામાં પંદર શખસો ઝડપાયા

  • August 26, 2021 10:47 AM 

કલ્યાણપુર તાલુકાના માળી ગામેથી સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમય એક મંદિર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે બેસીને ગંજીપતા વડે જુગારની મોજ માણી રહેલા દેશુર દેરાજ જામ, હરીશ રાજા કારીયા, લાખા ઘેલા જામ, કરણ ગોગન દેથરિયા, મનસુખ રામભાઈ નકુમ, ભરત ખેતાભાઇ જામ અને નાગાર્જુન ખીમાભાઈ જામ નામના સાત શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 12,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે ભાટિયા ગામેથી ધ્રુવરાજસિંહ ઉર્ફે ઋષિ હરદેવસિંહ સરવૈયા, મનદીપસિંહ સહદેવસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ભરતસિંહ સરવૈયા, અને સહદેવસિંહ રામસિંહ રેવર નામના કુલ ચાર શખ્સોને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા 12,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે તાલુકાના રાવલ ગામેથી વહેલી સવારે પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મશરી હીરાભાઈ વાઘેલા, માલદે ઘેલાભાઈ કાગડીયા, નિલેશ ઉર્ફે કનુ ભીમાભાઇ ગામી અને નિલેશ ચનાભાઈ કાગડીયા નામના ચાર શખ્સને રૂપિયા 4,020ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS