દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રમિકોએ યોજનાકીય લાભ લેવા નોંધણી કરાવવા અંગે યાદી

  • July 01, 2021 10:44 AM 

ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગીઓની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આ અંતર્ગત રાજ્યમાં બાંધકામ શ્રમયોગીના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના અને ધન્વન્તરી આરોગ્ય રથ યોજના સહિતની વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાઓનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. જેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે “ઈ-નિર્માણ પોર્ટલ”નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યોજના અન્વયે લાભાર્થી માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા તેમજ ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે https://enirmanbocw.gujarat.gov.in અને ગુગલ પ્લે સ્ટોર પરની “ઇ-નિર્માણ એપ” દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે તેમજ જિલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીની નોંધણી માટે 18 થી 60 વર્ષની વય માર્યાદા, છેલ્લા બાર મહિનામાં 90 દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશન કાર્ડ અને બેંકની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકાશે.

આ ઉપરાંત જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોધાયેલા છે, તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી/ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર જઈ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતેથી તમામ ડોક્યુમેન્ટ જેવા કે 90 દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણપત્ર, વયના પુરાવા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે તથા મોબાઈલ નંબર વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)