દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ખેડુતોએ રાસાયણિક ખાતર ખરીદવા અંગે યાદી

  • March 17, 2021 10:44 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડુતોને જિલ્‍લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની એક યાદીમાં જણાવાયા મુજબ આગામી ખરીફ ઋતુ માટે ખાતરની ખરીદીની મોસમ શરૂ થવાની હોય, જિલ્લાના ખેડુતોએ ખાતર ખરીદતી વખતે તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા પુરુ પાડવામાં આવે છે. તો ખરીફ ઋતુમાં વરસાદ થયે એકસાથે ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઉભી ન થાય તે હેતુથી જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુ માટે પાકની જરૂરીયાત તેમજ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો અત્યારથી લઇ રાખવા તેમજ ખાતરની ખરીદી સરકાર માન્ય ખાતરના પરવાનેદાર વિક્રેતા પાસેથી પાકા બિલ તથા પી.ઓ.એસ. મશીનથી જ ખરીદવા ઉપરાંત અન-અધિકૃત વ્યક્તિ (ફેરિયા) પાસેથી ખાતરની ખરીદી ન કરવા અપિલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS