ખંભાળિયામાં સરકારી કુમાર છાત્રાલય માટે મકાન ભાડે આપવા અંગે યાદી

  • June 10, 2021 10:42 AM 

         ખંભાળિયામાં સંભવિત રીતે વર્ષ 2021-22 થી સરકારી કુમાર છાત્રાલય શરૂ કરવાનું છે. જે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ નિયામકની એક યાદીમાં જણાવાયા મુજબ અંદાજીત ત્રણથી ચાર હજાર ચોરસ ફુટ વિસ્તાર જેમાં 50 વિદ્યાર્થીને રહેવા, ભોજનાલય તથા ઓફીસ માટે અંદાજીત બાર ઓરડા અને એક મોટો હોલ બાંધકામવાળું મકાન ખંભાળિયા કે તેની આસપાસના ગામોમાં ભાડેથી જોઈએ છે.

        જે અન્વયે મકાન માલિક કે સંસ્થા જેમને પોતાનું સ્વતંત્ર, વ્યક્તિગત માલિકીનું મકાન હોય, જેઓ પાસે ભાડે આપવાના મકાનના દસ્તાવેજ, ઈન્ડેક્ષ, ભરાયેલા છેલ્લા વેરાની પહોંચ, છેલ્લું ભરાયેલું લાઈટ બીલ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ તથા અપેક્ષિત માસિક મકાનભાડાની રકમ સાથે આ તમામ આધારો સાથે અરજીઓ મંગાવવામાં આવી છે.

        આ અરજી જાહેરાત પ્રસિધ્ધ આજથી પંદર દિવસમાં રજીસ્ટર એડીથી અથવા રૂબરૂ ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા જિલ્લા સેવા સદનમાં નાયબ નિયામક- અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં. સી/જી ૧૧-૧૨, ( ફોન.નં. ૦૨૮૩૩ – ૨૩૪૬૦૨ ) ને બંધ કવરમાં મોકલી આપવાની રહેશે. કવર ઉપર “મકાન ભાડાની અરજી” એમ સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ જરૂરી આધારો વગર કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS