જસદણમાં જુના બસ સ્ટોપ પાસે ગેબનશા સોસાયટી નજીકથી એસએમસીની ટીમે દા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાં દવા અને બ્લેડના બોકસની આડમાં 13,081 બોટલ દાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે હિમાચલ પ્રદેશ અને સુરેન્દ્રનગરના શખસને ઝડપી લીધા હતાં. દાનો આ જથ્થો ટ્રક સહિત 53.33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દા રાજકોટના કુખ્યાત બુટલેગર ધવલ સાવલિયાએ મગાવ્યો હતો અને ચંદીગઢથી દાનો આ જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બુટલેગર ધવલ તેના ભાઇ સહિત ચારને વોન્ટેડ જાહેર કયર્િ છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. ગળચર તથા તેમની ટીમે જસદણમાં જુના બસ સ્ટોપ પાસે બાયપાસ રોડ પર ગેબનશના સોસાયટી નજીકથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો. પોલીસે આ ટ્રકની તલાશી લેતા તેમાં બ્લેડ અને દવાના બોકસ રાખવામાં આવ્યા હોય જે હટાવીને જોતા નીચેથી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી પિયા 27,84,466ની કિંમતનો 13081 બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લ ાના પ્રણવકુમાર દુગર્નિંદ શમર્િ અને સુરેન્દ્રનગરના વઢવાણના બકુલ દિનેશભાઇ નંદેશળીયાને ઝડપી લીધા હતાં. પોલીસે દાનો આ જથ્થો ટ્રક સહિત કુલ પિયા 53,33,416નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ દાનો આ જથ્થો રાજકોટમાં રહેતા લીસ્ટેડ બુટલેગર ધવલ સાવલિયાએ ચંદીગઢથી મગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ધવલ તેના ભાઇ જયેશ, હાર્દિક જોગરાજીયા રહે.ત્રણેય રાજકોટ તથા ચંદીગઢથી દા મોકલનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બુટલેગર ધવલ ટ્રકનું પાયલોટીંગ કરતો હતો
ચંદીગઢથી 27.84 લાખનો દાનો જથ્થો મગાવનાર રાજકોટનો કુખ્યાત બુટલેગર ધવલ સાવલિયા ચંદીગઢથી ટ્રકમાં દા ભરાયા બાદ તે અહીંથી ટ્રકનું પાયલોટીંગ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech