રાજકોટ ગ્રામ્ય એલસીબીલીટીને ટીમે કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામ પાસે નવી ખોખરી ગામની સીમમાં દાના મોટા જથ્થા ના કટીંગ સમયે દરોડો પાડી અહીંથી . ૧૨.૪૭ લાખનો દાનો જથ્થો ઝડપી લઇ રાજસ્થાની મજુર સહિત ત્રણ શખસોને પકડી પાડા હતા. પોલીસે દાનો આ જથ્થો પાંચ કાર મોબાઈલ અને રોકડ રકમ સહિત ૩૧.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની તપાસમાં દાનો આ જથ્થો અહીં મંગાવનાર માણેકવાડામાં રહેતા અજયસિંહ ઘનુભા હોવાનું અને માલ મોકલનાર તરીકે હાલ અમદાવાદમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની કરણસિંહનું નામ ખુલ્યું હતું. આ સિવાય પણ માલની હેરફેર કરવા માટે ચાર મજુર સહિત કુલ સાત શખસોના નામ ખુલ્યા હોય પોલીસે આ નવેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે થર્ટી ફસ્ર્ટને લઇ દાની પ્રવૃત્તિ કરતા ઈશમો પર ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી હોય આ સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને એવી બાતમી મળી હતી કે, કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાં ફોરેસ્ટની વાડીની બાજુમાં પડતર ખેતરમાં દાના મોટા જથ્થાનું કટીંગ થઈ રહ્યું છે.
પોલીસે આ બાતમીના આધારે અહીં પહોંચી દરોડો પાડતા અહીં દાના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું. પોલીસે અહીંથી પિયા ૧૨,૪૭,૦૪૦ ની કિંમતનો ૧૫૧૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા (રહે. માણેકવાડા તા. કોટડા સાંગાણી), હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલ (રહે. રામપર તા.વલ્લભીપુર, હાલ માણેકવાડા) અને સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ શેખાવત (રહે. અંગોરા, ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન દાનો જથ્થો પાંચ કાર ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ પિયા ૩૧,૦૮,૦૯૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ત્રણેય શખસોની પૂછતાછ કરતા અહીં દા મંગાવી અને તેનું કટિંગ કરનાર મુખ્ય આરોપી અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા (રહે. માણેકવાડા) હોવાનું માલુમ પડું હતું. આ ઉપરાંત અહીં દાનો જથ્થો લેવા આવનાર તરીકે જયપાલસિંહ દિગુભા જાડેજા (રહે. હરમડિયા) ઉપરાંત દાનો આ જથ્થો મોકલનાર તરીકે હાલ અમદાવાદમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની કરણસિંહ રાઠોડ તેમજ દાના જથ્થાની હેરફેર કરવા માટે મજૂર તરીકે નવધણ વેરશી ભરવાડ (રહે. માણેકવાડા), સુખા નાગજી ભરવાડ (રહે. માણેકવાડા), કેસરસિંહ દેવસિંહ રાઠોડ (રહે. રાજસ્થાન) અને ત્રણ અજાણ્યા શખસોની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે આ નવ શખસોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech