સૌરાષ્ટ્ર્રમાં દાની રેલમછેલ થઇ રહી હોય તેમ વીંછિયાના થોરીયાળી પાસેથી એસએમસની ટીમે .૭૪ લાખનો દા ઝડપી લીધા બાદ રાજકોટ એલસીબીની ટીમ પણ હરકતમાં આવી જસદણના લીલાપુર ગામેથી .૧.૪૦ કરોડનો દાનો જથ્થો ઝડપી લીધો હતો. બે દરોડામાં પોલીસે જસદણ પંથકમાંથી .૨.૧૪ કરોડનો દાનો જથ્થો ઝડપી લીધો હતો.
દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા નજીકના થોરીયાળી ગામેથી એસએમસીએ ા.૭૪ લાખનાં અંગ્રેજી દા સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ટ્રક ચાલક ઓમપ્રકાશ જાટ (ઉ.વ.૨૫)ને ઝડપી લીધો હતો. દાનો આ જંગી જથ્થો સુરેન્દ્રનગર પંથકનાં બે શખસોએ મંગાવ્યાનું ખુલ્યું છે.

એસએમસીના પીએસઆઈ એ.જી.અનુરકરને મળેલી બાતમીના આધારે થોરીયાળી નજીકથી પસાર થયેલા બધં બોડીના ટૂંકને અટકાવી તલાશી લેતા અંદરથી અંગ્રેજી દાની ૨૮,૩૬૮ બોટલ (૫૯૧ પેટી) મળી આવી હતી. તે સાથે જ ટ્રક ડ્રાઇવર ઓમપ્રકાશની ધરપકડ કરી દા, ટ્રક, મોબાઈલ ફોન વગેરે મળી કુલુા.૯૪.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ડ્રાઈવર ઓમપ્રકાશની પૂછપરછમાં આ દાનો જથ્થો રાજસ્થાનના શુટર નામના સપ્લાયરે મોકલ્યાનું ખુલ્યું છે. મંગાવનાર તરીકે સુરેન્દ્રનગરનાં સાકડીયાળીના વિજય ખાચર અને પ્રતીક ઉર્ફે છોટુ પ્રફુલભાઈ સોમૈયાનું નામ ખુલ્યું છે. આ ઉપરાંત દાના રીસીવર તરીકે વીંછિયાના મોટા હેડમતિયાના ઉદય ખાચરનું નામ ખુલ્યું છે. આ ચારેય આરોપીઓ સાથે ટ્રેકના માલિકને પણ એસએમસીએ વોન્ટેડ દર્શાવ્યો છે.
વીંછિયામાંથી એસએસસીએ ા.૭૪ લાખનો દા ઝડપી લીધો હતો. રાત્રે જ જસદણ પોલીસે ા.૧.૪૦ કરોડનો અંગ્રેજી દા ઝડપી લીધો હતો. જસદણના પીઆઈ જે.પી.ગોસાઈએ મળેલી બાતમીના આધારે લીલાપુર ગામ નજીકથી પસાર થયેલા ટ્રકને અટકાવી તલાશી લેતા અંદરથી જુદી–જુદી બ્રાંડની ૧૬૯૯ પેટી અંગ્રેજી દાની મળી આવી હતી. પોલીસે દાના આ જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાહત્પલ વેહનારામ ગુગડવાલ (ઉ.વ.૩૩)ને ઝડપી લીધો હતો. ટ્રક ડ્રાઇવર રાહત્પલે પંજાબથી આ દાનો જથ્થો રાજસ્થાનના જોધપુરના મુકેશે મોકલ્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે મુકેશને વોન્ટેડ દર્શાવ્યો છે. જો કે દાનો આ જંગી
જથ્થો કોણે મંગાવ્યો હતો તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. આમ છતાં દાનો આ જથ્થો જૂનાગઢ તરફ જઈ રહ્યાની શકયતા પોલીસે દર્શાવી છે. પોલીસે દા, ટ્રક, મોબાઈલ ફોન, જીપીએસ ટ્રેકર વગેરે મળી કુલ ા.૧.૬૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. એસએમસી ત્રાટકતા સ્થાનિક પોલીસ સામે આકરી કાર્યવાહી કરાય તેવા સંકેત
વીંછિયાના થોરીયાળી ગામેથી એસએમસીએ ા.૭૪ લાખનાં અંગ્રેજી દાનો જથ્થો ઝડપી લીધો છે. એસએમસીના દરોડાના પગલે વીંછિયા પોલીસનાં સંબંધિત સ્ટાફમાં સસ્પેન્શન કે બીજા કોઈ પગલાં લેવાશે કે કેમ તેને લઇને હલચલ મચી ગઈ છે. તેનું કારણ છે કે અગાઉ લોધિકાની હદમાંથી એસએમસીએ દાનો જંગી જથ્થો ઝડપી લેતા રેન્જ ડીઆઇજી નિર્લિ રાયે લોધિકના પીઆઈ એસ.એન.પરમાર અને બીજા સ્ટાફની ફરજમાં બેદરકારી ગણી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે એસએમસીનો ટીમે દાનો મોટો જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસ સામે ફરી આકરી કાર્યવાહી થશે કે કેમ? તેને લઇ પોલીસ બેડમાં ભારે ચર્ચા જાગી છે. જોકે બીજી તરફ તુરતં જ જસદણ પોલીસે દરોડો પાડી .૧.૪૦ કરોડનો દાનો જથ્થો ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application