આંબેડકરનગરમાં રહેતા શખસના મકાનમાંથી 70 હજારનો દારૂ મળ્યો

  • July 30, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા શખસના મકાનમાં એલસીબી ઝોન-2 ની ટીમે દરોડો પાડી અહીંથી રૂ.70,200 નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે પોલીસ પહોંચે તે પૂર્વે આરોપી નાસી ગયો હોય પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, મનીષભાઈ સોઢીયા અને ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર 6/10 ના ખૂણે રહેતા મુકેશ ખોડાભાઈ ડાંગરના મકાનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં તપાસ કરતા ઘરમાંથી અલગ- અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને ચપલા સહિત કુલ રૂપિયા 70,200 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આરોપી મુકેશ ડાંગર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મુકેશ સામે અગાઉ વર્ષ 2021 માં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂનો અને વર્ષ 2024 માં લોધિકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application