એસએમસી વડા નિર્લિપ્ત રાયની સૂચનાને પગલે ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એસએમસી પીએસઆઇ ડી.પી. ભાટીની ટીમને બાતમી મળી હતી કે, બનાસકાંઠા જિલ્લાના ભાભર-રાધનપુર હાઇવે પરથી એક દારૂ ભરેલો ટ્રક પસાર થનાર છે. જે બાતમીના આધારે એસએમસીની ટીમે તાલુકા પંચાયત રોડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો શંકાસ્પદ ટ્રક પસાર થતાં એસ.એમ.સી. ટીમે અટકાવી ટ્રકની જડતી કરતા પ્લાસ્ટિક વેસ્ટ પેકેટની આડમાં ચોરખાનું બનાવી સંતાડેલો રૂ.17,05,025 ની કિંમતની દારૂની 1176 બોટલ મળી આવી હતી.
એસએમસીએ દારૂ, ટ્રક, મોબાઈલ, પ્લાસ્ટિક વેસ્ટ પેકેટ મળી કુલ રૂ. 32,84,979 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના જોધપુરના ટ્રક ચાલક મનોહરસિંહ મોહનલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે. ટ્રક ચાલકની પુછતાછમાં દારૂનો જથ્થો ઉપલેટાના બુટલેગરે મંગાવ્યાનો તેમજ રાજસ્થાનના જાલોર જિલ્લાના મનોહરલાલ બાબુલાલ બિશ્નોઈએ મોકલ્યાનું સામે આવ્યું હતું. વધુમાં દારૂનો જથ્થો મનોહરલાલના કહેવાથી પંજાબ ખાતેથી સોનુ નેપાળી નામના શખ્સે ભરી આપ્યાની કેફીયત પણ ચાલકે આપી હતી. દરોડામાં પકડાયેલ ટ્રકચાલક વિરુદ્ધ અગાઉ અમદાવાદના બગોદરા તેમજ રાજસ્થાનના પાલી પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech