કાલાવડ નજીક દારુની બોટલ - ચપટા સાથે બે શખ્સની અટક

  • November 04, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી રોડ અને મોરીદળ પાસે પોલીસ પ્રગટી

કાલાવડના ધોરાજી રોડ પરથી એક શખ્સ દારુની બોટલ સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો, જયારે મોરીદળ પુલીયા પાસે પરપ્રાંતીય શખ્સને અંગ્રેજી દારુના ૬ ચપટા સાથે દબોચી લેવાયો હતો.
કાલાવડના ખોડીયારપરામાં રહેતા મયુરસિંહ ઉર્ફે પિન્ટુ લાલુભા વાળા (ઉ.વ.૪૪) નામના શખ્સને ગઇકાલે ધોરાજી રોડ પરથી અંગ્રેજી દારુની એક બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત મુળ છોટા ઉદેપુરના હાલ જામકંડોરણા દડવી ગામે રહેતા થાનસીંગ  ઉર્ફે રમેશ ભારુ રાઠવા (ઉ.વ.૨૦) નામના શખ્સને મોરીદળ જવાના પુલીયા પાસે અંગ્રેજી દારુના ૬ ચપટા લઇને નીકળતા પકડી પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application