ગીરગઢડા પંથકની બોર્ડર નજીક સિંહ પરિવારના આંટાફેરા

  • April 04, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના ગીરગઢડા પંથકની ગીર બોર્ડર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં તો વન્ય પ્રાણીઓની અવર જવર જોવા મળતી હોય છે. પરંતું હવે તો ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરમાં રહેણાક વિસ્તારમાં પણ વન્ય પ્રાણીઓની ચહલ પહલ શરૂ થઈ ગઈ હોય આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. 
​​​​​​​
ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર આવેલ જશરાજનગર રહેણાંક સોસાયટી વિસ્તારમાં એક સાથે ચાર સિંહ પરિવાર શિકારની શોધમાં આવ્યાં હોય તેમ આજુબાજુની ગલીઓમાં એક પછી એક સિહો એ આટાફેરા માર્યા હતા. જે મોડી રાત્રીનાં સમયે આવેલા સિંહ પરિવાર આ વિસ્તારના રહેણાંક મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જે વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ હતો. 
જોકે સોસાયટી વિસ્તારમાં સિંહો આવી ચઢતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. અગાઉ પણ નજીક આવેલ તપોવન રોડ પર સીમ વાડી વિસ્તારમાં ખેડૂતોને અવાર નવાર સિંહ જોવા મળતા હોય અને પશુઓના મારણ કરી જતાં રહે છે. આમ અવાર નવાર સિંહના આટાફેરાથી ભય ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application