BREAKING NEWS

બગસરાના હામાપુર ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું મુત્યુ

  • June 29, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરાના હામાપુર ગામે રેવન્યુ વિસ્તારમાં એક સિંહ બાળનું મુત્યુ થયેલ હતું તેવી માહિતી મળતા વન વિભાગના નાયબ વન સરક્ષણ અધિકારી અમરેલીના માર્ગ દર્શન હેઠળ રેવન્યુ વાડી વિસ્તાર હમાપુર ગામે બીટ વન રક્ષણ અધિકારી તત્કાલ ઘટના સ્થળ ઉપર પહોંચતા સિંહ બાળનો તાજુ જન્મેલું મૃતદેહ જોવા મળ્યો હતો જયારે આ સિંહ બાળનું મુત્યુ આશરે બે દિવસ પહેલા થયેલ હોવાનું જાણવા મળેલ છે આ સિંહ બાળના મૃતદેહને વન વિભાગ દ્રારા ધારી એનિમલ કેર સેન્ટર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ સ્ટાફની હાજરીમાં અિદાહ આપવામાં આવ્યો હતો. જયારે આ સિંહ બાળનું મુત્યુનું કારણ પી એમ બાદ જાણવા મળ્યું હતું કે કુદરતી નૈસર્ગીક કારણોસર મુત્યુ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના જાણ થતા ડી.સી.એફ. ડી. એસ ભારાઈ, એ.સી.એફ. ડો. રાજન જાદવ, આર.એફ.ઓ. જે. એન. વાળા, વન રક્ષક ભુવા, વન રક્ષક મનીષ, વન રક્ષક એ. ડી. વાળા, ટ્રેકર ફિરોઝ તેમજ રેન્જનો તમામ સ્ટાફ ખડે પગે રહી આ સિંહ બાળના મૃતદેહને પી એમ સેન્ટરથી લઈ અિદાહ આપવામાં આવ્યો હતો.વન વિભાગ દ્રારા આસપાસના વિસ્તાર સ્કિનિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે જેથી આવા કોઈ સિહોના મુત્યુના બનાવ બને તો તત્કાલ વન વિભાગને જાણ થઈ અને તેના ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવે. તેમજ વન વિભાગ દ્રારા જાણવા મળતી માહિતી મુજબ આ સિંહ બાળની માતા સિંહણ પણ હાલ વન વિભાગની નિગરાનીમાં રાખવામાં આવેલ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application