આગામી મહિને ૧૬મી સિંહ વસ્તી ગણતરી થવાની છે. ૧૯૭૯ના લાયન સેન્સસથી ચાલ્યા આવતા સામાન્ય ક્રમ મુજબ હવે આગામી ગણતરીમાં પણ સિંહોની વસ્તી વધવાના દાવા તો થઈ રહ્યા છે પરંતુ છેલ્લ ી ત્રણ ગણતરીના આંકડા અને મર્યાદીત જંગલ ઉપરાંત જંગલ બહારના વિસ્તારમાં પ્રવર્તતી સ્થિતિઓએ કેટલાક સવાલો ઊભા કરી દીધા છે. જેમ કે સિંહો માટેના જંગલની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લ ી ત્રણ ગણતરીના આંકડા મુજબ હવે બહારના વિસ્તારમાં જ સિંહોનો વ્યાપ વધી રહ્યો છે એવામાં, બહારના વિસ્તારોમાં અતિક્રમણ ખૂબ વધ્યું હોવાથી હવે બહારના વિસ્તારમાં સિંહોની વસ્તી કેટલી દર્શાવવી તે એક અવઢવ છે.
રાયમાં વન વિભાગ દ્રારા સામાન્યત: મે મહિનાની પૂનમ દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થતી હોય છે. ૧૦થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં સિંહોની ગણતરી કરાશે. જેમાં પ્રથમ ૨૪ કલાક અને પછી બીજા ૨૪ કલાક એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. ૨૦૨૦માં ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં કરાયેલી ગણતરીમાં ૬૭૪ સિંહ નોંધાયા હતા. હવે રાયના ૯ જિલ્લ ાના ૫૩ તાલુકાઓમાં સિંહના આંટાફેરા હોવાથી આ વખતે બરડો અને બોટાદ સહિતના સ્થળો ગણતરીમાં વધી જશે અને સિંહની વસતી ૯૦૦ પાર જઈ શકે તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. સિંહને ૨૪ કલાકમાં એકવાર તો પાણી પીવું જ પડે
એટલે પાણીના નિયત પોઈન્ટ આસપાસ વોચ રખાશે, જેમાં સિંહ કઈ બાજુથી આવ્યો અને કઈ બાજુ ગયો એની નોંધ રખાશે. ૨૪ કલાકના ઓબ્ઝર્વેશન પછી નર, માદા અને પાઠડા (એમાં પણ નર અને માદા કેટેગરીવાઈઝ) કેટલા હતા એ નક્કી થશે. આ વખતે ૫ના બદલે ૧૦ વર્ષે ગણતરી થઈ રહી છે. ૨૦૨૦માં કોરોનાકાળના લીધે આ પ્રમાણે વિધિવત ગણતરી થઈ શકી નહોતી.
છેલ્લી ત્રણ ગણતરીના આંકડા મુજબ સિંહોની વસ્તીમાં વર્ષ ૨૦૦૫ની સ્થિતિ સાપેક્ષ વર્ષ ૨૦૧૦માં ૧૪ ટકા, ૨૦૧૫માં પાંચ વર્ષના ૧૩ ટકાની વૃધ્ધિ સાથે કુલ ૨૭ ટકા અને ૨૦૨૦માં પાંચ વર્ષની માત્ર ૨ ટકાની વૃદ્ધિ સાથે કુલ ૨૯ ટકા વધારો દર્શાવાયો છે. હવે વર્તમાન તમામ સંજોગો જોઈને કેટલા ટકા વધારો જાહેર કરવામાં આવે તે અંગે અનેક અટકળો શ થઈ ગઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech