૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫૦૦૦ ચો.કિ.મી વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરી કાલે પુરી થશે

  • May 12, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ૧૧ જીલ્લ ામાં ગત તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી શ કરવામાં આવી છે.ગુજરાત સરકારના વન વિભાગ દ્રારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ–૨૦૨૫ બે તબક્કામાં યોજાઈ રહી છે .આખરી વસ્તી અંદાજ આજે અને કાલે હાથ ધરવામાં આવશે.
આ વસ્તી ગણતરીમાં અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાયના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્રારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લ ાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી કરવામાં આવી રહી છે. સિંહની વસ્તી ગણતરી આવતી કાલે બપોરે બે કલાકે પૂર્ણ થઇ જશે ત્યારબાદ આખરી અંદાજ મળશે.
રાય સરકાર દ્રારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો–ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટ્રિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટ્રિનું નિરીક્ષણ–દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
ગુજરાતમાં સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાયમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાયમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રા અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા–બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭ , વર્ષ ૨૦૦૫ માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧ , વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લ ે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
ડાયરેકટ બીટ વેરીફીકેશન પદ્ધતિ એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે  ડાયરેકટ બીટ વેરીફીકેશન ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે.ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. અહીં નોંધવું જરી છે કે ૧૬મી એશિયાઈ સિંહ ની વસ્તી ગણતરી માટે ફોરેસ્ટ સ્ટાફ સહિત ૩૨૫૪ ગણતરી કારો જોડાયા છે  વન મંત્રી મુળુભાઇ બેરાએ સિંહોની ગણતરીનો પ્રારભં કરાવ્યો હતો પહેલો તબક્કો ગઈકાલે બપોરે બે કલાકે પૂર્ણ થયો હતો બીજો તબક્કો આવતીકાલે બપોરે બે કલાકે પૂર્ણ થશે ત્યારબાદ ડેટાનું સાસણ ખાતે હાઈ મોનિટરિંગ યુનિટ ખાતે એનાલિસિસ કરવામાં આવશે. બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આખરી આંકડા ની જાહેરાત કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application