ારિયાધારના ગુજરડા ગામે એક સિંહ આવી ચડયો હતો અને એક વૃદ્ધ ઉપર અચાનક હુમલો કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સિંહ દ્વારા કરાયેલા હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં પ્રથમ ગારિયાધાર ખાતે તેમજ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અચાનક ગામમાં સિંહ આવી ચડતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ઉપલબ્ધ વિગતો મુજબ ગારીયાધારના ગુજરડા ગામે રહેતા હરસુરભાઈ ભુરાભાઈ નાગહ (ઉ.વ.૬૪)ગુજરડા ગામે જુના ગામ તળાવ પાસે માલઢોરની ઝોક પાસે રાત્રિના સમયે બહાર સૂતા હતા તે વેળાએ ત્યાં એક સાવજ અચાનક આવી ચડ્યો હતો અને રાત્રિના સમયે સુતેલા હરસુરભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. હરસુરભાઈને પ્રથમ ગારિયાધાર તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરડા ગામે સિંહ આવી ચડતા ગામમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech