ગુજરાતમાં ટુંક સમયમાં ૧૨ સ્થળો પર લાયન સફારી પાર્ક ધમધમશે આગામી સમયમાં ગુજરાતમાં વનરાજની મોટી વસાહત હશે.હાલમાં કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ કચ્છ, અમરેલી અને નર્મદા–કેવડિયા જીલ્લ ામાં નવા સફારી પાર્કને મંજુરી આપ્યા બાદ આગામી સમયમાં અંબાજી, પોરબંદરના બરડા,વાસંદા, ગાંધીનગર, જેતપુર પાસે નવા સફારી પાર્ક અસ્તિત્વમાં આવવાની તૈયારીઓ તેજ કરવામા આવી છે. જયાં ટુંકા સમયગાળામાં જ હવે લોકો ખુલ્લ ામાં વિહરતા સિંહોને નજરે નિહાળી શકશે.
રાય મા ૨૦૨૦માં સિંહોની સંખ્યા ૬૭૪ હતી ૨૦૨૫માં સંખ્યા ૯૦૦ ઉપર જવાની શકયતા છે.
ગુજરાતનુ ગૌરવ માત્ર સૌરાષ્ટ્ર્ર પુરતુ હવે સિમિત નહી રહે. સમગ્ર એશિયામાં ગીરના જંગલના ડાલામથ્થા અને તેમના પરિવારો ગુજરાતનો અન્ય જીલ્લ ાઓમાં પણ જોવા મળશે.ગીર જંગલમાં જે રીતે સિંહોની વસ્તી વધી રહી છે તેને જોતા તેમના માટે પણ યુધ્ધના ધોરણે નવા વિસ્તારો બનાવવા જરી છે. આગામી સમયમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ લાયન અંતગર્ત ૨૯૨૭.૭૧ કરોડના ખર્ચે ૧૨ જેટલા નવા સ્થળોએ સિંહ દર્શન થઈ શકશે.
કેન્દ્ર સરકારે રાજકોટ મહાનગર પાલિકામાં નવા લાયન સફારી પાર્કને આપી દીધી છે જેમાં આજી ડેમ અને પ્રધુમન પાર્ક ઝૂના ૧૩ સિંહમાંથી એક ગ્રૂપ સફારીમાં મુકાશે. ૩૩ હેકટર જગ્યામાં ૩૦ કરોડનો પ્રારંભિક ખર્ચ થશે, આવતા વર્ષના બજેટમાં અલગથી જોગવાઈ કરાશે, અઢી વર્ષમાં પ્રોજેકટ પૂરો થવાની શકયતા છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના આકર્ષણો પૈકી પ્રધુમન પાર્ક ઝૂ સૌથી મોટું આકર્ષણ છે. હવે પ્રધુમન પાર્ક ઝૂની બાજુમાં જ લાયન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારે મંજૂરી આપતા રાજકોટ મહાનગરપાલિકા દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા બની છે જે શહેરમાં લાયન સફારી પાર્ક બનાવી રહી છે.૨૦૨૬ના અતં સુધીમાં દેવળિયા અને સાસણગીરની જેમ રાજકોટમાં વાહનમાં બેસીને ખુલ્લ ામાં વિહરતા સિંહ જોવાનો લહાવો મળશે.
આગામી સમયમાં ૧૨ સફારી પાર્કમાં જંગલના રાજાનું રાજ હશે.અમરેલી જીલ્લ ો– ઉના–દીવની વચ્ચે, નલિયા–માંડવી રાજકોટ જીલ્લ ો– પ્રદયુમન પાર્ક નજીક સફારી પાર્ક અને બ્રીડીંગ સેન્ટર કચ્છ જીલ્લ ો– નારાયણ સરોવર પાસે ૩૦૦ હેકટરમાં સફારી પાર્ક અને બ્રીડીંગ સેન્ટર નર્મદા જીલ્લ ો– કેવડીયામાં સફારી પાર્ક આકાર પામશે.
આગામી નવા પ્રોજેકટમા બનાસકાંઠા જીલ્લ ો– અંબાજી, પોરબંદર જીલ્લ ો– બરડા ડુંગર ગાંધીનગર જીલ્લ ો – ગાંધીનગર આઈટીઆઈ વિસ્તાર પાસે નવસારી જીલ્લ ો– વાંસદા રાજકોટ જીલ્લ ો– જેતપુર નજીક નવા સ્થળોએ સિંહ દર્શન માટે સફારી પાર્ક અને બીડીંગ સેન્ટર ઉભા થવા જઈ રહ્યાં છે.
આ સફારી પાર્ક ને કારણે ટુરિઝમને પણ મોટો વેગ મળશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ લાયન ૨૦૪૭ના આગામી ૨૫ વર્ષનું વિઝન તૈયાર કરી દેવાયું છે જેમાં રાજયભરના વનસંરક્ષકોના સુચનોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કામ શ કરી દેવાયુ છે. નવા સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ,ચેઈન લિંક ફેન્સિંગ, ઈન્સપેકશન રોડ, નાઈટ શેલ્ટર, વોચ ટાવર, ટુ વે ગેટ, ઈલેકટ્રીક વાહન, વોટર પોન્ડ, આર્ટિફિશિયલ ચેક ડેમ પણ બનાવવાની કામગીરી શ કરાશે.
હાલમાં સિંહ દર્શન માટે માત્ર સાસણ, દેવળિયા અને ધારી પાસે આંબરડી પાર્ક જ છે હવે આગામી સમયમાં એક સાથે ગુજરાતના તમામ ઝોનમાં સફારી પાર્ક બનવાની તમામ જીલ્લ ાઓના લોકો લાભ લઈ શકશે. સાથો સાથ અન્ય રાજયમાંથી પણ મુલાકાતીઓ વધતા પ્રવાસનને વેગ મળશે.
આવતા વર્ષે સિહની વસ્તી ગણતરી થવાની છે તેમાં આ આંકડો ૯૦૦ ને પાર કરી જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે આથી તાત્કાલિક નવા સિંહોના રહેઠાણની જરિયાત ઉભી થતા પ્લાન તૈયાર કરી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech