લીલાવતી નેચરકયોર એન્ડયોગ રીસર્ચ સેન્ટર લાખાબાવળ મુલાકાત લેવા જેવી....

  • July 10, 2021 11:01 AM 

ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ છેલ્લા 38 વર્ષથી જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. સંસ્થા દ્વારા અંગ્રેજી માઘ્યમની શાળા તથા કોલેજો જેવી કે જીએસઇબી સ્કુલ, સીબીએસઇ સ્કુલ, બીબીએ, બી.કોમ, બીસીએ, એમબીએ, એમસીએ, એમ.કોમ, એલએલબી જેવી કોલેજો કાર્યરત છે. સંસ્થામાં નર્સરીથી પોસ્ટ ગ્રેજયુએશન સુધીના અભ્યાસક્રમો ચલાવાવમાં આવે છે. સંસ્થા દ્વારા ચાલતી શાળાકોલેજોમાં હાલ 5000 જેટલા બાળકો અભ્યાસ કરે છે.

 

સમયની માંગને ઘ્યાને લઇને ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટે શિક્ષણની સાથેસાથે આરોગ્યના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરેલ છે. સંસ્થાનું નવુ સોપાન જામનગર જિલ્લાનું સર્વપ્રથમ લીલાવતી નેચરકયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર જામનગરની 12 કિ.મી. દુર તથા એરપોર્ટથી 6 કિ.મી. દુર લાખાબાવળ મુકામે આકાર પામેલ છે. જે અંદાજે 5 લાખ ચો.ફુટમાં પથરાયેલ છે.

 

આજની ભાગદોડભરી તથા માનસિક તણાવયુકત જીવનમાં લોકોને પોતાના માટે સમય કાઢવો ખુબ જરી બની જાય છે. જેમ લોકો તન અને મનથી તાજા માજા રહે તેમ વધુ ને વધુ સારી રીતે કામ કરી શકે લોકોની જરુરિયાતોેને ઘ્યાનમાં રાખીને જુદાજુદા પેકેજ બનાવેલ છે.

 

નેચરોપેથી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિ જેમાં કોઇ દવા આપવામાં આવતી નથી પરંતુ દિનચયર્,િ આહાર નિયમન અને પંચતત્વોના સંતુલન વડે સ્વાસ્થમૃત પ્રાપ્ત કરવામાં આવે છે. સર્વપ્રથમ પ્રત્યેક વ્યકિતની સમસ્યા, રોગ તેમજ રોગોની ચાલી રહેલસારવાર, દવાઓ વિગેરેની જાણકારી મેળવી પ્રત્યેક વ્યકિતની પ્રકૃતિ અનુસાર તેની સારવાર, તેના અનુપ દિનચયર્િ નિર્ધિરિત કરવામાં આવે છે. સેન્ટરમાં બે દિવસથી લઇને એક મહિના સુધીની સારવાર ઉપલબ્ધ છે આહાર નિયમન એ નેચરોપેથીનું એક અગત્યનું અંગ છે માટે સેન્ટરમાં શુદ્ધ અને સાત્વિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટરની અંદર જ ઓગેન્ીક ખેતીવડે તૈયાર કરવામાં આવતી શકય તેટલી શુદ્ધ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ સેન્ટરમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

એડમીન બ્ોક રીસેપ્શન, ર ક્ધસલટેન્શન મ, એકાઉન્ટ અને એડમીન ઓફીસ, લાયબ્રેરી, મુવી થિયેટર, ગેમઝોન વગેરે, ડોરમીટરીઝ રૂમ્સ, ડીલકસ રૂમ્સ, સ્યુટ રૂમ્સ, ઉપલબ્ધ છે. (એ.સી./નોન એ.સી.) સ્વીમીંગ પુલ, લોકોને રીલેકશેશન તથા થેરાપીના ઉપયોગ માટે સ્વીમીંગ પુલ પણ ઉપલબ્ધ છે. નેચરોથેરાપી સેકશન, જીમ, યોગાહોલ, સામુહિક યોગા માટે 200 વ્યકિતની કેપેસીટીવાળો યોગા હોલ, ઉપલબ્ધ છે. પીરામીડ મેડીટેશન માટે પીરામીડ બનાવવામાં આવેલ છે. યોગસ્ટુડીયો, યોગ સ્ટુડીયોમાં પ્રત્યેક વ્યકિતને વ્યકિતગત રીતે યોગ શીખવવામાં આવે છે. મડબાથ એરીયા, પંચકર્મ, સુજોક થેરાપી, મેગ્નેટ થેરાપી, ચક્ર હીલીંગ, ફીઝીયોથેરાપી, એકયુપંચર વિગેરે દ્વારા સારવાર આપવામાં આવે છે.

 

સેન્ટરમાં વિવિધ રોગો સામે સારવાર આપવામાં આવે છે જેમાં લકવા, ગઠીયો વા, ડીપ્રેશન, આર્થરાઇટીસ, અસ્થમા, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, ની રીપ્લેસમેન્ટ પહેલા વધારે પડતું વજન, પેટને લગતા રોગો, કબજીયાત, એસીડીટી, જઠરનો સોજો, બહેરાશ, સાઇનસ, સોરયાસીસ, થાઇરોઇડ, માઇગ્રેન, ગેસ અનિંદ્રા, ચક્કર આવવા, કમર, ગરદન ઘુંટણનો દુ:ખાવો, એલર્જી અપચો, ડીપ્રેશન, કીડની લીવર, આંતરડાની બીમારી.

 

વિવિધ થેરાપી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. જેમાં પોટલી મસાજ, શિરોધારા, હોટ સ્ટોન થેરાપી, થાઇ મસાજ, ડીપ ટીસ્યુ મસાજ, અંડર વોટર મસાજ, સ્પાઇન જેટ થેરાપી, આયુર્વેદિક મસાજ, મડબાથ, સોના બાથ, સ્ટીમ બાથ, ફુટ મસાજ, પીરામીડ આકારનો ઘ્યાન માટેનો સ્પે. મ, યોગ, સ્ટીમ સોના શાવર ત્રણેય એક સાથે એવું અદભૂત મશીન, હાઇડ્રો કોલોન થેરાપી, એકયપ્રેસર, સ્પાઇન જેટ થેરાપી, ફીઝીયોથેરાપી વગેરે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<