નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર જેવી ઓટીટી એપ્સની જેમ એલોન મસ્કની નવી ટીવી એપ પણ આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર Elon Muskની નવી ટીવી એપ Netflix અને અન્ય OTT એપ્સ જેવી હશે. યુઝર્સ X પ્લેટફોર્મ દ્વારા ટીવી ઍક્સેસ કરી શકશે.
Elon Musk એ પુષ્ટિ કરી છે કે X TV એપનું બીટા વર્ઝન એન્ડ્રોઇડ ટીવી માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ બીટા વર્ઝનને LG, Amazon Fire TV, Google TV ઉપકરણો માટે લાઈવ કરવામાં આવ્યું છે. જો કે તેની લોન્ચિંગ તારીખ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. એક્સ ટીવી પર યુઝર્સને ઘણા ફાયદા મળવા જઈ રહ્યા છે, જેના વિશે વધુ માહિતી લોન્ચ તારીખ સુધી આપવામાં આવી શકે છે.
Google Play પર સૂચિબદ્ધ વિગતો અને સ્ક્રીનશોટ અનુસાર X TV એપ નવી OTT સ્ટ્રીમિંગ એપ બની શકે છે. બીજી તરફ કંપનીનું માનવું છે કે એક્સ સ્ટ્રીમ સર્વિસ ટીવી એક ખાસ સ્ટ્રીમિંગ ટીવી સર્વિસ છે અને તે દરેક ઈન્ટરનેટ યુઝર માટે ઉપલબ્ધ હશે. આમાં લાઇવ ચેનલો, સમાચાર, રમતગમત, મૂવી, સંગીત અને હવામાન સંબંધિત તેમજ પસંદગીના અપડેટ્સ મેળવી શકશો.
આ સુવિધાઓ X TV એપ પર ઉપલબ્ધ
યુઝર્સને એક્સ ટીવી પર રિપ્લે કરવાની સુવિધા પણ મળશે. ઉપરાંત યુઝર્સ ક્લાઉડ સ્ટોરેજ દ્વારા 72 કલાક સુધી શો સ્ટોર કરી શકશે. આ એપ 100 કલાક સુધી મફત DVR રેકોર્ડિંગ સુવિધા પણ પ્રદાન કરશે.
સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડે!
લીક થયેલા અહેવાલો અનુસાર X TV એપને એક્સેસ કરવા માટે સબસ્ક્રિપ્શનની જરૂર પડી શકે છે. જો કે આ વાત લોન્ચ ડેટ પર જ જાણી શકાશે. આ પહેલા મસ્કએ પ્રીમિયમ પ્લાન પણ લોન્ચ કર્યા હતા. જેમાં X યુઝર્સને ઘણા ફાયદા આપવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech