યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર પડી વીજળી

  • July 14, 2021 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકા નાં મુખ્ય શિખર ઉપર આજે ધોધમાર વરસાદ સાથે વીજળી પડવાથી જગત મંદિર નાં મુખ્ય શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ને સામાન્ય નુકશાની પહોંચી હતી અને મંદિર ના અન્ય કોઈ પણ ભાગને નુકશાની નથી થઈ તેની દ્વારકાના પ્રાંત અધિકારી કે પુષ્ટિ પણ કરી...


ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાઈરલ થતા લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત.

 

 
દ્વારકામાં જોરદાર વરસાદ સાથે વિજળીના અદ્ભુત દ્રશ્યો થયા કેમેરામાં કેદ

દ્વારકામાં જોરદાર વરસાદ સાથે વિજળીના અદ્ભુત દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Posted by Aajkaaldaily.com on Tuesday, July 13, 2021

 

યાત્રાધામ દ્વારકામાં આજ રોજ ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી ભારે પવન ના કારણે દ્વારકા માં વરસાદ શરૂ થયો હતો અને વરસાદ થતાં જ વીજળી પડવાથી દ્વારકાધીશ ના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજા ને નુકશાની પહોંચી હતી બપોર નો સમય હોઈ ત્યારે કોઈ જાનહાની થવા પામી નથી સાથે જ દ્વારકાધીશ મંદિર માં પણ અન્ય કોઈ જ નુકશાની થવા પામી નથી 


વીજળી પડતા ધ્વજાના દંડને સામાન્ય નુકસાન
જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું...મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.


વીજળી પડતા ધ્વજાજી ફાટી ગયા હતાઃ SDM
આ બનાવવી જાણ થતાં દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટી અઘિકારી દ્વારકા પ્રાંત એન.ડી. ભેટારિયા દ્વારા તપાસ હાથ ધરી અને જણાવ્યું હતું કે આજે બપોર બાદ વીજળી પડવાથી જગત મંદિર નાં મુખ્ય શિખર ઉપર ધ્વજાજી માં દંડ સાથે ચડવામાં આવેલી ધ્વજા જી ને સામાન્ય નુકશાન થયું અને ધવજાજી ફાટી ગયા છે. માટે આગામી થોડા દિવસો દરમિયાન ભગવાન દ્વારકાધીશ ને ચડવામાં આવતી ધ્વજા જી દંડની નીચે ફરકાવવામાં આવશે એટલે કે અડધી કાઠી એ દ્વારકાધીશ ના મંદિર ના શિખર પર ધ્વજા જી આવશે.

                                                                                   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS