કોડીનાર શહેરમાં વહેલી સવારથી વીજટીમનાં દરોડા, વીજચોરોમાં ફફડાટ

  • September 06, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોડીનાર વિસ્તારમાં પાવર લોસના કારણે રાજકોટ ઝોનની સૂચના અનુસાર આજે વહેલી સવારે વીજ ચેકીંગની પચીસથી વધારે ટિમો દ્રારા શહેરના જીનપ્લોટ, ઉના ઝાપા, રાજપૂત ચોક, શેખ ફળિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિજચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં ૨૪૦ જેટલા વીજ કનેકશનમાં ચેકિંગ કરવામાં આવતા ૮૦ જેટલા કનેકશનમાં ગેરરીતિ માલુમ પડતા અંદાજે વીસ થી પચીસ લાખની વીજચોરી પકડાઈ હોવાની માહિતી પી.જી.વી.સી.એલ.નાં જુનિયર એન્જીનીયર એચ.વી.પરમાર દ્રારા આપવામાં પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. હજું ચેકીંગ કાર્યવાહી શ હોય વધું વીજ ચોરી પકડાઈ શકે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. કોડીનારમાં વહેલી સવારથી વીજ ચેકિંગહાથ ધરતા વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News