સોમનાથ મંદિરમાં લાઇટિંગ અને સાઉન્ડ શો ૨૫મીથી યાત્રિકો માટે શરૂ થશે

  • October 25, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ વિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3 લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુન: યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.
આવનાર ભક્તો  સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાયર્,િ કઈ રીતે ભગવાન કૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દશર્વિી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3 ટેકનોલોજીના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિમર્ણિ કરવામાં આવ્યું છે. જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. પણ દિપાવલી પુર્વે પુન: આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.
ચોમાસાની સીઝન પૂર્ણ થતા સોમનાથ મંદિર ખાતે તા.25 ઓકટોબરથી લાઈટ એન્ડ સાઉન્ડ-શો પ્રારંભ થશે. શોનો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી.
શોની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે 6-00 વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર નજીક અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે 6-30 વાગ્યાથી મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application