આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે જ્યારે 19 જૂને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના પાલીતાણા, ગારીયાધાર, સિહોર, ટાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
નવસારીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં SG હાઇવે, બોપલ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના મુળી પંથકમાં પણ ગઈકાલે વરસાદ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ત્યારે આજે રાજ્યના 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાત દિવસ દરમિયાન વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથેનો રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે. આમ તો ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. અને સાથે જ આજથી વરસાદની તીવ્રતા વધશે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદનુ અનુમાન છે. આ સાથે જ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 17 જૂનથી 19 જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે અને 22થી 25 જૂન સુધીમાં ચોમાસુ સંપૂર્ણ રીતે સક્રિય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું મોદી સરકારનું આગામી લક્ષ્ય વકફ બોર્ડ છે? મહારાષ્ટ્રની જીત બાદ પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
November 24, 2024 10:16 AMAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech