ઉના પંથકમાં રવિવારે ઝાપટાંથી માંડીને હળવો વરસાદ વરસ્યો ઉના : પ્રીમોન્સુન એકિટવિટી ના કારણે અને અરબ સાગર માં પ્રેસર ઊભુ થતા રવિવારે સવારે છ વાગ્યે પછી આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમીધારે વરસાદ ૨૦ થી ૨૫ મિનિટ વરસી ગયો હતો. રોડ ભીના થઈ ગયા હતા. તેમજ તાલુકાના દેલવાડા, રામપરા, નવાબંદર, સિમર રાજપરા, ખાપટ વડવિયાળા, કેસરિયા, વિગેરે ગામો માં જોરદાર વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ તડકો નીકળતા લોકોએ બફારો ગરમીનો સામનો કરવો પડો હતો. આંબા ઉપર કેરીઓ હજુ પણ હોય વરસાદ અને ભારે પવનથી નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે તેમજ ઉનાળુ પાક પણ ખેતરમાં હોય બાજરી અને માંડવી પાકને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.