બજેટમાં શું સસ્તુ, શું મોંઘુ? મોબાઈલ, ટીવી, જીવનરક્ષા દવા સસ્તી, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોંઘી

  • February 01, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વખતે બજેટમાં સરકારે 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે. આ ઉપરાંત, લિથિયમ-આયર્ન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આનાથી જીવનરક્ષક દવાઓ અને બેટરી સસ્તી થશે. તે જ સમયે, સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી છે, જેના કારણે તે મોંઘી બનશે. આ  ત્પાદનો કેટલા સસ્તા કે મોંઘા હશે તે નક્કી નથી. સરકારે 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો હતો, ત્યારબાદ બજેટમાં ફક્ત કસ્ટમ ડ્યુટીમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. ડ્યુટીમાં વધારો અને ઘટાડો વસ્તુઓના ભાવ પર ઇનડાયરેક્ટ અસર કરે છે.


શું સસ્તુ થયું?

  • 36 જીવનરક્ષક દવાઓ
  • ઇલેક્ટ્રોનિક સામાન
  • ઇલેક્ટ્રોનિક વ્હિકલ
  • મોબાઇલ ફોન    
  • શિપ મેન્યુફેક્ચરિંગ    
  • ફૂટવિયર, ફર્નિચર, હેન્ડબેગ    
  • ક્રિટિકલ મિનરલ્સ    


36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સામાનમાં ઓપન સેલ અને અન્ય ઘટકો પર ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઈવી કારમાં વપરાતી ઇવી બેટરી મેન્યુફેક્ચરિંગ માટે 35 એડિશનલ ગુડ્સ એક્ઝેમ્પ્ટેડ કેપિટલ ગુડ્સની લિસ્ટમાં સામેલ છે. મોબાઇલ ફોન બેટરી મેન્યુફેક્ચરિંગ 28 એડિશનલ ગુડ્સ એક્ઝેમ્પ્ટેડ કેપિટલ ગુડ્સની લિસ્ટમાં સામેલ છે. શિપ મેન્યુફેક્ચરિંગમાં રો-મટિરિયલ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. ફૂટવિયરમાં વેટ બ્લૂ લેધરથી કસ્ટમ ડ્યુટી હટાવી છે. ક્રિટિકલ મિનરલ્સ કોબાલ્ટ પાવડર, લિથિયમ-આયન બેટરી વેસ્ટ, સીસું અને ઝીંક સહિત 12 મહત્વપૂર્ણ ખનિજો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


શું મોંઘુ થયું


ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે    


ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પેલમાં કસ્ટમ ડ્યુટી 10% થી વધારીને 20% કરવામાં આવી છે.


શું કામ બજેટમાં વસ્તુઓના ભાવ વધ-ઘટ થાય છે 
બેજેટમાં કોઈ પણ ઉત્પાદન સીધું સસ્તું કે મોંઘું નથી. કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી જેવા પરોક્ષ કરમાં વધારો કે ઘટાડો થવાથી વસ્તુઓ સસ્તી કે મોંઘી બને છે. ડ્યુટીમાં વધારો અને ઘટાડો વસ્તુઓના ભાવ પર પરોક્ષ અસર કરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ  લોકોની આવક અથવા નફા પર લાદવામાં આવે છે. આવકવેરા, વ્યક્તિગત મિલકત કર જેવા કર આ હેઠળ આવે છે. ડાયરેક્ટ ટેક્સનો બોજ તે વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવે છે જેના પર ટેક્સ લાદવામાં આવે છે અને તે બીજા કોઈને આપી શકાતો નથી. તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા સંચાલિત છે. જેમ જથ્થાબંધ વેપારીઓ તેને છૂટક વેપારીઓ સુધી પહોંચાડે છે, જેઓ તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. એટલે કે, તેની અસર આખરે ગ્રાહકો પર જ પડે છે. આ કર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા સંચાલિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application