ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાનાં ઘોઘા તાલુકાનાં લાખણકા ગામે છેડતી બાબતે થયેલી બોલાચાલીમાં યુવાનની હત્યા કેસમાં સંડોવાયેલ બે સગા ભાઈઓને ચોથી એડી.સેશન્સકોર્ટએ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
કેસ અંગેની ટુંક વિગત મુજબ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકના લાખણકા ગામે રહેતા નટુભાઈ સવજીભાઈ રાવળએ ઘોઘા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે પોતાનો પુત્ર મહેન્દ્રભાઈની કાકાની પુત્રીને આજ ગામે રહેતો અજય મકાભાઈ મેર (ઉ.વ.૨૦ રહે. લાખણકા, તા.ઘોઘા, જી. ભાવનગર) હેરાન કરતો હોય મહેન્દ્ર એ તેને સમજાવવા અને સમાધાન માટે ગામના કુવા પાસે બોલાવતા અજય મકાભાઈ મેર તથા તેનો સગો ભાઈ મહેશે બંને મહેન્દ્રભાઈ સાથે બોલાચાલી કરી બંને ભાઈઓએ પકડી રાખી અજયે પોતાની પાસે રહેલ છરીનાં બે ઘા મહેન્દ્રભાઈને પેટનાં જમણી બાજુનાં ભાગે મારી ગંભીર ઈજા કરતા મહેન્દ્રભાઈ ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ, જયાં સારવાર દરમ્યાન તેનું તા.૧૯-૯-૨૦૨૦નાં રોજ મોત નીપજયુ હતુ.જયારે સાહેદ પ્રવિણભાઈ મનજીભાઈ મકવાણાને પણ બન્નેએ ડાબા હાથનાં કાંડા ઉપર ઈજા પહોંચાડી હતી. નટુભાઈ સવજીભાઈ એ અજય મકાભાઈ મેર તથા મહેશ મકાભાઈ મેર સામે ઘોઘા પોલીસ મથકમાંનોંધાવેલી ફરીયાદના આધારે નોંધાવતા પોલીસે સામે ઈ.પિ.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૩૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.
આ અંગેનો કેસ ચોથી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ એમ.પી. મહેતાએ સરકારી ધારાશાસ્ત્રી વિજય માંડલીયાની લેખિત તથા મૌખિક દલીલો ત મુળ ફરીયાદ પક્ષે વીથ પ્રોસીકયુશન એડવોકેટ જિનલબેન શાહ તથા આર.સી.ચોહાણની લેખિત દલીલો, આધાર પુરાવાઓ, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ અજય મકાભાઈ મેર તથા મહેશ મકાભાઈ મેર સામે ઈ.પિ.કો. કલમ ૩૦૨, ૩૪નો ગુનો સાબિત માની કસુરવાન ઠરાવી બન્નેને આજીવન કારાવાસની કેદ તેમજ ૧૦,૦૦૦નો દંડ જયારે ઈ.પિ.કો.કલમ ૩ર૩, ૩૪ મુજબનાં ગુના સબબ ૧ વર્ષ ની કેદની સજા તથા રૂા. ૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech