જૂનાગઢમાં હત્યાના બે અલગ અલગ કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

  • September 03, 2024 10:36 AM 


જૂનાગઢના કબૂતરી ખાણ વિસ્તારમાં એક મહિલાની હત્યા કરી દાટી દેવાનો પ્રયાસ કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત જામનગર રહેતી એક મહિલાને સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના શખ્શે ગીરનાર જંગલમાં લાવી હત્યા કરી હતી અને દાગીના અને રોકડ હડપ કરી હતી. આ કેસના આરોપીને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢમાં આંબેડકર નગર નજીક કબૂતરી ખાણ વિસ્તારમાં રહેતા જયેશ ગીરીશંકર ગીરી ગોસ્વામી સાથે લાખુબેન નામની મહિલા રહેતી હતી તા.૨૯ ઓકટોબર ૨૦૧૯ ના વર્ષમાં જયેશગીરી અને લાખુબેન વચ્ચે ઝઘડો થયો હતો અને ઝપાઝપી દરમિયાન જયેશગીરીએ લાખુ બેન ને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી.અને ઘર નજીક ખાટો ગાડી લાશને સગે વગેરે કરવા પ્રયાસ કર્યેા હતો પરંતુ લોકોએ તપાસ કરતા કબુતરી ખાણમાં લાખુબેનની લાશ જોવા મળી હતી.બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ભાવેશભાઈ પરમાર એ જયેશગીરી ગોસ્વામી અને કિશનગીરી ગોસ્વામી સામે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. આ કેસ ચાલી જતા જૂનાગઢના ડિસ્ટિ્રકટ સેશન્સ જજ ભુપેન્દ્રભાઈ દવેએ જયેશગીરી ગોસ્વામીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત એક હજારનો દડં કર્યેા છે. અને દડં ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હત્પકમ કરવામાં આવ્યો છે.યારે કિશન ગીરી ગોસ્વામી ને નિર્દેાષ જાહેર કર્યેા હતો.
યારે અન્ય કેસમાં જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા કાનાભાઈ દેવાભાઈ ઓડીચે સોનગઢ તાલુકાનાં ઘોરચીત ગામની કલાવતી ઉર્ફે કિરણ સાથે પૈસા આપી લ કર્યા હતા. તા.૯ એપ્રિલ ૨૦૧૨ના કાનાભાઈ કામે ગયા હતા તેની પત્ની કલાવતી કયાંક જતી રહી હતી તેનો ફોન પણ બધં આવતો હતો. તપાસ કરવા છતાં કયાંય પતો લાગ્યો ન હતો. આ દરમિયાન તા.૧ જુલાઈ ૨૦૧૨ ના જૂનાગઢના ગિરનાર જંગલમાં જટાશંકર વિસ્તારમાંથી કલાવતી ઉર્ફે કિરણબેન ની લાશ મળી હતી આ મામલે તાલુકા પોલીસે સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના વિનોદ ઉર્ફે  ભનુ રામજી સોંદરવાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન વિનોદ ને કલાવતી સાથે પ્રેમ સંબધં હતો. તે કલાવતીને જૂનાગઢના જંગલમાં લઈ આવ્યો હતો અને ત્યાં હત્યા કરી નાખી હતી ત્યારબાદ કલાવતી પાસે રહેલા દાગીના તથા રોકડ મળી ૩.૭૭ લાખનો મુદ્દામાલ પણ હડપ કરી લીધો હતો.આ કેસ ચાલી જતા જૂનાગઢના ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ ભુપેન્દ્ર કુમાર દવે એ ૩૨ મૌખિક અને ૪૩ દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને લઈ વિનોદ ઉર્ફે ભનુ રામજી સોંદરવાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.સજા ઉપરાંત એક હજાર નો દડં અને દડં ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા નો હત્પકમ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application