માતલપર ગામે થયેલી હત્યામાં સંડોવાયેલા ચારને આજીવન કેદ

  • October 09, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.કેસની હકીકત એવી છે કે તા.૧૯/૧૧/૨૦૨૦ના રોજ  માતલપર ગામના કોદાળા વાડી વિસ્તારમાં આરોપીઓ હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા, જનકભાઈ ઉર્ફે જગો જીલુભાઇ બારૈયા, મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલીયા, ગોવિંદભાઇ ઉર્ફે ગોબરભાઇ ભાલીયા વગેરે દારૂ પીવા ભેગા થયેલા ત્યારે મરણ જનાર સુરેશભાઈ રાઠોડને માર મારવાનો પ્લાન ઘડી ગુન્હાહીત કાવતરૂ રચી ત્યાંથી માતલપર ગામમાં વાણી પાન કૌલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે  આવીને મરણ જનાર સુરેશભાઈ રાઠોડની તપાસ કરતા મળી આવેલ નહી એટલે ૪ આરોપીઓએ આરોપી  ગોવિંદભાઈ ત્યાં બાજુમાં ડેરીએ દુધ ભરવા આવેલ હોય મરણ જનારને માર મારવાનું ગુન્હાહીત કાવતરૂ રચેલ. આરોપીઓએ સુરેશભાઇને છરી તથા લાકડી વડે હાથે-પગે, ગાલે, વાસામાં, પડખામાં છરીના તથા લાકડીના આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી સુરેશભાઈ રાઠોડનું મોત નિપજાવેલ. આ બનાવની ફરીયાદ મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ. જે કેસ આજે મહુવાના સ્પે.ચોથા આરોપીઓ હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા, જનકભાઇ ઉર્ફે જગો જીલુભાઇ બારૈયા, મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલીયા, ગોવિંદભાઇ ઉર્ફે ગોબરભાઈ ભાલીયાને ઈ.પી.કો. કલમ૩૦૨ અન્વયે તક્સીરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ.૧૦ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News