ગઢડા ગામ સમસ્ત અને દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા ગઢડા ગામમાં ગિરિરાજસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લગધીરસિંહ જાડેજા, અતિથિ વિશેષ તરીકે પૂર્વ તાલુકા પ્રમુખ પોલુભા જાડેજા , ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ઉદયપાલસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી), જ્યોતિસિંહ જાડેજા (ઉપપ્રમુખ), સેક્રેટરી નિર્મળસિંહ જાડેજા, ટ્રસ્ટી કરણસિંહ જાડેજા તેમજ રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
કાર્યક્રમની શરૂઆત મેનેજિંગ ટ્રસ્ટી ઉદયપાલસિંહ જાડેજાએ કરી. તેમણે ગામના યુવાનો અને બાળકોને લાઇબ્રેરી પ્રત્યે રુચિ કેળવવા અને શિક્ષણના માધ્યમથી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું. મંડળના સેક્રેટરી શ્રી નિર્મળસિંહ જાડેજાએ પુસ્તકોના વાંચનથી વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવાની શક્તિ અને મહત્વ વિશે વિગતવાર માહિતી આપી.લગધીરસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરીને કારકિર્દીના લક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા. મંડળના ઉપપ્રમુખ જ્યોતિસિંહ જાડેજાએ ભાવિ પેઢીને સોશિયલ મીડિયાના વ્યસનથી દૂર રહી, પુસ્તકો અને લાઇબ્રેરી તરફ વળવાનું માર્ગદર્શન આપ્યું.ગઢડા ગામના આગેવાન અને સમાજ પ્રેમી ગિરિરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત તમામ વ્યક્તિઓનો આભાર માન્યો અને ગામને વધુ વિકાસશીલ બનાવવા માટે સૌના સહયોગથી આગળ વધવાનો અભિગમ અપનાવવા જણાવ્યું.આ કાર્યક્રમ ગઢડા ગામના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જે યુવાનો અને બાળકોને જ્ઞાનના પ્રકાશથી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.
ગઢડા ગામ સમસ્ત દ્વારા લાઇબ્રેરીના ઉદ્ઘાટન માટે સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમનું આયોજન કરવા બદલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિધાર્થી મંડળ વતી સેક્રેટરી નિર્મળસિંહ જાડેજા દ્વારા આભાર વ્યક્ત કરાયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech