પોપ બેન્ડ વન ડાયરેક્શનના લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડતાં મોત

  • October 17, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇગ્લિશ પોપ બેન્ડ વન ડાયરેકશનના ભૂતપૂર્વ સભ્ય અને સિંગર લિયામ પાયનેનું મોત થયું છે. આર્જેન્ટિનામાં એક હોટલના ત્રીજા માળેથી પડી જવાથી તેમનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, લિયામ (૩૧)નો મૃતદેહ બ્યૂનસ આયર્સની હોટલની બહારથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિયામ ડ્રગ્સના નશામાં હતો જેના કારણે ત્રીજા માળેથી પડીને તેમનું મોત થયું હતું.
પોલીસે નિવેદનમાં કહ્યું કે, તેમને ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં ધૂત એક વ્યકિત વિશે માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ હોટલ પહોંચ્યા હતા. એમટીવી (લેટિન અમેરિકન) એ આ બાબતની પુષ્ટ્રી કરી હતી.
એમટીવીએ એક એકસ–પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'આજે લિયામ પાયનેના દુ:ખદ અવસાન વિશે જાણીને અમને ખૂબ જ દુ:ખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર, પ્રિયજનો અને ચાહકો સાથે છીએ. લિયામ જેમ્સ પાયને અંગ્રેજ સિંગર હતા. લિયામ વન ડાયરેકશન બેન્ડના સભ્ય તરીકે જાણીતા હતા.
નોંધનીય છે કે વન ડાયરેકશન પોપ બેન્ડના કારણે લિયામને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી ખ્યાતિ મળી હતી. આ બેન્ડની રચના ૨૦૧૦માં ધ એકસ ફેકટર શો દરમિયાન કરવામાં આવી હતી. લિયામ ઉપરાંત આ બેન્ડમાં હેરી સ્ટાઈલ્સ, ઝાયન મલિક, નાયલ હોરાન અને લુઇસ ટોમિલસન પણ હતા. આ બેન્ડના તમામ સિંગર ૨૦૧૬માં અલગ થઈ ગયા હતા.
લિયામ પાયને નિયાલ હોરાન સાથે એક મ્યૂઝિક પ્રોગ્રામ માટે આર્જેન્ટિના પહોંચ્યા હતા. બંને ફરી સાથે સ્ટેજ પર આવ્યા હતા. સિંગરે ભૂતકાળમાં ડ્રગ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી થયું કે તે બાલ્કનીમાંથી અકસ્માતે પડી ગયા હતા કે પછી તેઓ નશામાં હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application