રીબડામાં આજે લેઉવા પટેલનું મહાસંમેલન: પાટીદારો ઉમટશે

  • December 22, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રીબડા લેઉવા પટેલ સમાજ દ્વારા રીબડા ખાતે તા.22 શુક્રવાર બપોરે ચાર કલાકે મહાસંમેલનનું આયોજન કરાયુ છે.સંમેલન માં ગોંડલ નાં માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,રાજકોટ નાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા,કુરજીભાઈ ભાલાળા, ગોપાલભાઈ શિંગાળા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,પ્રફુલભાઈ ટોળીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. સંમેલન માં શાપર વેરાવળ, ઢોલરા, કાંગશીયાળી, પાળ, ગુંદાસરા, સડકપીપળીયા, રીબ, મુંગાવાવડી, રાવકી, પારડી, કોઠારીયા, રીબડા, ગોંડલ, ભુણાવા, હડમતાળા સહિત નો પાટીદાર સમાજ ઉપસ્થિત રહેનાર છે.મહાસંમેલન ને ગોંડલ ની ટીમ ગણેશ તથા જય સરદાર યુવા ગૃપ નો સહયોગ સાંપડયો છે. આજે સાંજના ચાર વાગ્યે લેઉવા પાટીદાર સમાજ રીબડા દ્વારા આયોજિત મહાસંમેલન શરૂ થશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈ ગોંડલના સહયોગથી યોજાશે મહાસંમેલન આ મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશ ટીલાળા, સાંસદ રમેશ ધડુક અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિતના આગેવાનો હાજર રહેશે. રીબડા ખાતે યોજાનાર સંમેલનની જાહેરાત થતા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application