રાજકોટમાં જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો એક લેટર વાઇરલ થયો છે. જેમાં ભ્રષ્ટ્રાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ લેટરથી રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આક્ષેપો અંગે જવાબ આપતા ધવલ દવે એ કહ્યું હતું કે, મારી પ્રગતિ જોઈ ન શકનારાઓ જુઠાણા ફેલાવે છે, હિંમત હોય તો સામી છાતીએ આવે.
વાઇરલ લેટરમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા સાત આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો. આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ પણ ધવલ દવેને આ કામમાં સાથ સહકાર આપ્યો હતો.
લેટરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે,આ ચારિયહીન ધવલ દવેએ મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ સમાજમાં શોભે નહીં તેવા સંબંધો કેળવ્યા. તેના શરાબ અને શબાબના શોખ પૂરા પાડવા રાજકોટ જિલ્લાના કાર્યકરોને લોભ લાલચ આપી આવા કાળા કામોમાં સાથ લીધો છે. રાજકોટ જિલ્લામાં પ્રવાસ દરમિયાન મોડીરાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા કોલ કરવા અને એકાંતમાં મળવા બોલાવીને પાર્ટીની આબ જાય એવા કાળા કારનામાં માટે ધવલ દવે પ્રખ્યાત છે. રાજકોટ જિલ્લાના જ એક મહિલા આગેવાન સાથેનુ કોલ રેકોડિગ વાયરલ પણ થયેલું અને આ બાબતે ફરિયાદ પણ થયેલી પણ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ મામલો શાંત પાડીને બધું દબાવી દીધેલું હતું. જુનાગઢ જિલ્લાના કેશોદના એક મહિલા કાર્યકર સાથે તેના સંબંધો તો જગ જાહેર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech