લેટર બોમ્બ વાયરલ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત કર્મચારીએ PMOમાં ચોંકાવનારી બાબતો રજૂ કરી

  • September 23, 2023 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસર દ્વારા પીએમઓમાં ફરિયાદ કરાયાનો લેટર વાયરલ થયો છે. વાયરલ થયેલા લેટરને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વાયરલ લેટર વિશાલ પટેલ નામના વ્યક્તિએ લખ્યો છે.  

લેટરમાં જણાવવામાં આવ્યું છે કે, અમે કરાર આધારિત અધ્યાપક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કરતા હતા. પરંતુ છેલ્લા બે મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી. પગાર ન થતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. લેટરમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માનીતા અધ્યાપકોને રોકડમાં પગાર ચૂકવવામાં આવે છે. આ સાથે જ કેટલીક ચોંકાવનારી બાબતનો પણ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવી કે, માટી કૌભાંડ ફાઈલ ગુમ કરનાર, હરીવંદના કોલેજ લેટર કાંડ, ખોટી અરજી કરનાર કરાર આધારિત અધ્યાપકને ₹40,000 અપાયા હતા જેમાં અરજી લખનાર અને આ લેટર પ્રેસ મીડિયા સુધી પહોંચાડનારના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application