પોરબંદર નગરપાલિકામાં વિપક્ષનું અસ્તિત્વ નહી હોવાથી ભાજપની બોડી મન પડે તેવા નિર્ણયો બહુમતીના જોરે લઇ લેશે. જેમાં અમુક ઠરાવ તો એવા ચોંકાવનારા છે કે પ્રજાજનોને પણ આ પ્રકારના નિર્ણયોથી ભારે આશ્ર્ચર્ય થશે.
આવતીકાલે બેઠક
પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ(સ્પેશ્યલ) નગરપાલિકા કચેરીના સભાખંડમાં તા. ૨૭-૯-૨૦૨૪ને શુક્વારના રોજ બપોરે ૧૨ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં ૧૯ એજન્ડા કાર્યક્રમ મુજબની બાબતો હાથ ધરવામાં આવશે.
છાયાના બ્યુટીફિકેશનનો ઠરાવ થશે રદ
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજૂ કારીયાએ પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાનો સાથ લઇ રાજ્ય સરકારને જે તે સમયે છાયાના રણવિસ્તારના બ્યુટીફિકેશન માટે સરકારના અમૃત બે યોજના હેઠળ આવરી લઇને અંદાજે ૮૦ કરોડ પિયાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો જેમાં છાયા ચોકીથી છાયા સુધીના વિસ્તારમાં રણના કાંઠે ગાર્ડન સહિત બાળમનોરંજનના સાધનો, ફૂડઝોન વગેરે બનાવવા માટેનું આયોજન નક્કી થયુ હતુ પરંતુ હાલમાં નગરપાલિકાના સતાધીશો આ ઠરાવને આવતીકાલે રદ કરી નાખશે જેમાં એવુ જણાવાયુ છે કે અગાઉ મ્યુ. એન્જીનીયરના રીપોર્ટની વિગતે સરકારી અમૃત ૨.૦ યોજના હેઠળ છાયા રણવિસ્તારને ડેવલપ કરવા માટેનું કામ નિયત કરવામાં આવેલ પરંતુ આ લેન્ડ ‘વેટલેન્ડ’માં આવતી હોય જેથી ત્યાં કામગીરી થઇ શકે તેમ ન હોય તેથી તે કામ રદ કરીને તેની જગ્યાએ સુકાળા તળાવ ડેવલપ કરવાનું કામ કરાવવા બાબતે નિર્ણય થશે. તેવુ જાહેર થયુ છે ત્યારે આ મુદાથી પોરબંદરના રાજકારણમાં ફરી ચર્ચાઓ જાગી છે.
ઉમ્મીદ સેન્ટરમાં ફાયર સેફટીના સાધનો
નગરપાલિકાના એન.યુ. એલ.એમ. વિભાગ હસ્તકનું ફાયરબ્રિગેડની પાછળ શેલ્ટર ઉમ્મીદ સેન્ટર આવેલ છેે. જેમાં ફાયર સેફટીના સાધનો લગાવવા માટે સરકારની સૂચના હોય જે લગાડવાની કાર્યવાહી કરવા થવા બાબતે નિર્ણય થશે.
ઓડદરની ગૌશાળાના નિભાવ માટે ટ્રસ્ટ
પોરબંદર છાયા નગરપાલિકા હસ્તક ઓડદર ખાતે ગૌશાળા આવેલ છે. જે ગૌશાળાનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય અને આ ગૌશાળામાં આવેલી ગાયોના ઘાસચારા વગેરેનો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. જેથી નગરપાલિકાનું આર્થિક ભારત વધતુ જાય છે. જેથી આ ગૌશાળાનું સાર્વજનિક ટ્રસ્ટ બનાવવા, ટ્રસ્ટડીડ તૈયાર કરવા, ટ્રસ્ટીઓ નીમવા વગેરે કાર્યવાહી કરવા બાબતે નિર્ણય થશે
પશુ પકડવાની કામગીરી
સરકારના શહેરી વિભાગના તા. ૨૧-૦૮-૨૦૨૩ના પરિપત્ર અન્વયે શહેરી વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવવાની માગદર્શિકા -૨૦૨૩માં બહાર પાડવામાં આવેલ છે. જે પરિપત્રની ગાઇડલાઇન અને શરતો મુજબની નગરપાલિકા વિસ્તારમાં કાર્યવાહી કરવાની થાય છે. જે બાબતે નિર્ણય થશેે
એચ.એમ.પી. ગેટથી રઘુવંશી સોસાયટી સુધીનો રસ્તો માર્ગ મકાન વિભાગને સોંપવા નિર્ણય
કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, પોરબંદરના તા. ૧૮-૯-૨૦૨૪ના પત્રની વિગતે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની પોરબંદર શહેરની ટ્રાફિકના પ્રશ્ર્ન અંગેની રજૂઆત પરત્વે છાયાની હદમાં જે એચ.એમ.પી.ગેટથી રતનપર,ઓડદર જતો રસ્તો કે જે છાયા નવાપરા રઘુવંશી સોસાયટી સુધીનો ૩,૨૭૦ કિ.મી.નો રસ્તો જે નગરપાલિકાની હદમાં આવતો હોય જે રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે રસ્તો પહોળો કરવા માટે માર્ગ અને મકાન વિભાગને સોંપવા નિર્ણય થશેે.
ખાપટ-ધરમપુરના પ્રોજેકટની મુદત પૂરી થતા વધારી અપાશે
કોન્ટ્રાકટર યશ હાઇડ્રોફોનીકસ પ્રોજેકટ પ્રા.લી.દ્વારા તા. ૨૯-૭-૨૦૨૪ થી અરજી અનવ્યે જણાવે છે કે તેઓને વર્ક ઓર્ડર નં ૨૦૨૨-૨૩/૧૭ તા. ૨૯-૯-૨૦૨૨ થી ડીઝાઇનીંગ, પ્રોવાઇડીંગ, લોવરીંગ, મેઇન્ટેનીંગ, ટેસ્ટીંગ એન્ડ મશીનીંગ ઓફ સીવરેજ નેટવર્ક વીથ પંપહાઉસ એન્ડ ઓલ ઇલેકટ્રો મીકેનીકલ વર્કસ વગેરે એટ ખાપટ એન્ડ ધરમપુર શ્રીજીનગર એરીયા અલોંગ વીથ ટુ યર ઓપરેશન એન્ડ મેઇનટેનન્સ સોંપવામાં આવેલ છે. જેની મુદત પુરી થતી હોય, જે મુદત વધારી આપવા એજન્સીની રજૂઆત થતા પ્રમુખ તરફથી મુદત વધારી આપેલ જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય થશે.
રેન બસેરાનું કામ લંબાવાશે
સોનલ સોસાયટી પાછળ રેઇન બસેરા બનવવાનું કામ તા. ૧૩-૩-૨૦૨૪ના વર્ક ઓર્ડરથી કોન્ટ્રાકટર પેરેમાઉન્ટ મજુર સહકારી મડળી લી. પોરબંદરને કામ સોંપવામાં આવેલ. એજન્સી તરફથી તા. ૪-૭-૨૦૨૪ની લેખિત રજૂઆત કરી કામવાળુ સ્થળ ખાડી વિસ્તારમાં આવતુ હોય જેથી કામમાં વિલંબ થતો હોય અને તે કામની મુદત તા. ૧૩-૭-૨૦૨૪ના રોજ પૂર્ણ થતી હોય જેથી ચાર માસનો મુદત વધારો આપવા માંગણી કરતા જે બાબતે ક્ધસલ્ટન્ટનો પણ અભિપ્રાય મેળવવામાં આવેલ જેમના અભિપ્રાય અન્વયે પ્રમુખે ચાર માસનો મુદત વધારો મંજૂર કરી આપેલ, જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય થશે.
મિલ્કત ડીમોલીશનના ખર્ચ અંગે થશે ઠરાવ
શહેરની અંદર આવેલા જર્જરિત અને જોખમી મકાનો દૂર કરવા માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ -૧૮૨(૨) હેઠળ નોટીસો આપવામાં આવેલ. પરંતુ મિલ્કત ખાલી કરી જમીનદોસ્ત કરતા ન હોય જેથી આ મિલ્કત ડીમોલીશન કરવા માટે આ કામના જાણકાર દેવજીભાઇ રામાભાઇ સોમૈયાને બતાવવામાં આવેલ અને તેઓને બતાવી આ જર્જરિત મિલ્કતથી અન્ય લોકોને જાનહાની કે અન્ય મિલ્કતને હાની ન થાય તે માટે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ અને તે અંગેનો ખર્ચ ા. ૬૭,૦૦૦નો જ.ક.ની અપેક્ષાએ મંજૂર કરવામાં આવેલ. જે પ્રમુખે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય થશે.
વૃક્ષ ઉછેરનો પ્રોજેકટ
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સને ૨૦૨૩-૨૪ ગ્રાંટ અંતર્ગત પોરબંદર છાયા નગરપાલિકાના જુદી જુદી જગ્યાએ વનીકરણનું કામની રકમ ા. ૫૦,૦૦૦,૦૦૦ તાંત્રિક સહ વહીવટી મજૂરી તા. ૯-૭-૨૦૨૪ની તાંત્રિક સહ વહીવટી સમિતિની બેઠકમાં આપવામાં આવેલ છે અને જે કામનો માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃધ્ધાશ્રમની કામગીરીની બાબત ધ્યાને રાખીને ૨૫૦૦ વૃક્ષોની પ્રતિ વૃક્ષના ૨૦૦૦ લેખે વૃક્ષ ઉછેરીને ત્રણ વર્ષના મેઇન્ટેનન્સ સાથેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જેથી પ્રમુખે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતેનો નિર્ણય થશે.
પાઇપલાઇન સહિતના વિકાસકામોની મુદત લંબાવાશે
વોટર વર્કસ સુપ્રી.ના રીપોર્ટની વિગતે પોરબંદર-છાયા વિસ્તાર માટે એસ્ટીમેટ ફોર પ્રોવાઇડીંગ, લોવરીંગ, લેઇંગ એન્ડ જોઇન્ટીંગ એચ.ડી.પી.ઇ. ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન એડ વેરીયર્સ એરિયાના કામ અંગે તા. ૧૨-૩-૨૦૨૪ના વર્ક ઓર્ડરથી કામ જય શક્તિ ક્ધસ્ટ્રકશનને સોંપવામાં આવેલ. જેની મુદત તા. ૧૨-૬-૨૦૨૪ના પૂર્ણ થતી હોય. જેથી એજન્સીએ આ કામ માટે જુદી જુદી અડચણો બાબત તથા ભુગર્ભ ગટરની કામગીરી વગેરે બાબતો અન્વયે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ ન હોય જેથી કામની મુદત વધારવા માંગણી કરતા તે બાબતે નગરપાલિકાના ક્ધસલ્ટન્ટનો અભિપ્રાય માંગતા પોરબદર છાયા નગરપાલિકાની હદમાં સમયગાળો વધારી આપવા અભિપ્રાય થઇ આવેલ તે મુજબ વધારો કરવા બાબતે નિર્ણય થશે.
ખાપટમાં ભુગર્ભ ગટર સહિત કામોની મુદત લંબાવાશે
ખાપટ વિસ્તાર માટે એસ્ટીમેટ ફોર પ્રોવાઇડીંગ, લોવરીંગ, એન્ડ જોઇનીગ એચ.ડી.પી.ઇ. ડીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન એડ વેરીયર્સ એરીયાના કામ અંગે તા. ૧૨-૪-૨૦૨૪ના વર્ક ઓર્ડરથી કામ જયશક્તિ ક્ધસ્ટ્રકશનને સોંપવામાં આવેલ જેની મુદત તા. ૧૨-૬-૨૦૨૪ના પૂર્ણ થતી હોય જેથી એજન્સીએ આ કામ માટે જુદી જુદી અડચણો બાબત તથા ભુગર્ભ ગટરની કામગીરી વગેરે બાબતો અન્વયે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ ન હોય જેથી કામની મુદત વધારવાની માંગણી કરતા તે બાબતે નગરપાલિકાના ક્ધસલ્ટન્ટનો અભિપ્રાય માંગતા ખાપટ વિસ્તારમાં સમયગાળો વધારી આપવા અભિપ્રાય કરવામાં આવેલ તે મુજબ પ્રમુખે મુદત વધારો કરી આપેલ. જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech