ચાલો અયોધ્યા જઈએ: રામલલ્લાના દર્શન માટે રાજકોટથી શરૂ થશે 'આસ્થા ટ્રેન'

  • January 11, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદથી ભકતો ભગવાન રામના દર્શન કરી શકશે. પ્રાણ પ્રતિાના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પણ મોટા સ્તરે તૈયારીઓ શ કરી દીધી છે. મંદિરના ઉધ્ઘાટન દરમિયાન ભારે ભીડને જોતા રેલ્વે અયોધ્યા માટે મોટાપાયે પર સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ત્યારે ગુજરાતથી પણ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. રેલવે દ્રારા અયોધ્યા માટે રાજકોટ,અમદાવાદ, ભાવનગર, અને સુરતથી 'આસ્થા ટ્રેન' દોડાવાશે. આ અંગે રાયકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે ટીટ કરી માહિતી આપી છે.

તેમણે જણાવ્યું હતું કે ઈન્દોર–અયોધ્યા–ઈન્દોર ટ્રેન ૩ ફેબ્રુઆરીથી શ થશે. યારે ભાવનગર–અયોધ્યા–ભાવનગર ૯ ફેબ્રુઆરીથી, રાજકોટ–અયોધ્યા–રાજકોટ ૧૦ ફેબ્રુઆરીથી, અમદાવાદ–અયોધ્યા–અમદાવાદ ૧૦ ફેબ્રુઆરીથી અને સુરત–અયોધ્યા–સુરત ૧૦ ફેબ્રુઆરીથી શ થશે.
રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ચાલો અયોધ્યા જઈએ આરાધ્ય દેવ પ્રભુ રામની નગરી અયોધ્યા માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની અયોધ્યા જવાની ઈચ્છા છે, ત્યારે વિવિધ શહેરોમાંથી સીધા અયોધ્યા માટે આસ્થા ટ્રેન શ થવા જઈ રહી છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News