ભાવનગર શહેરમાં મહાપાલિકા તંત્ર દ્વારા ન એક પછી એક રોડ પરથી લારી, ગલ્લા, કેબીન ધારકો સામે એક સમાન વલણ અપનાવીને દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રસ્તાઓ પર બિલાડીની ટોપની માફક ખડકાઈ રહેલા લારી, ગલ્લાઓ પર બેક લાગી છે, તેવા સમયે લારી, નો ગલ્લા પારકોનુ ડેલીગેશન મહાપાલિકામાં દોડી આવ્યુ હતુ અને -ને રોડ કાંઠે ધંધો કરવા દેવાની કમિશનર માંગણી મુકી હતી.
મ્યુ. કમિશનર સમક્ષ લારી ગલ્લા કેબિન ધારકોએ રજુઆત કરી હતી કે, તંત્ર વાહકોને લોક કરીને હજારથી પંદરસો દંડ વસુલે છે. તત્કાલિન કમિશનર ઉપાધ્યાય વખતે - વાહન લઈને આવીને ધંધો કરીને વાહન લઈને જતુ રહેવાનું કહ્યુ હતુ. પણ અત્યારે એસ્ટેટ વિભાગ સંપૂર્ણ ધંધો બંધ કરાવી રહ્યુ છે. વાહનો લોન પર લીધા છે. ધંધા બરાબર ચાલતા નથી. ખાણી પિણીમાં સાંજના ૬થી રાતના ૧૦ સુધી વાહનો પર ધંધો કરીએ છીએ. છતા મ્યુ. તંત્ર અમારી વાત સાંભળતુ નથી. પરિવારનુ ગુજરાન ચાલતુ નથી. તંત્રવાહકો વડીલો, ઉંમરલાયક લોકો સાથે ગેરવર્તન કરે છે. અભદ્ર પ્રત્યુત્તરો આપે છે. છે. તંત્ર હેરાન કરી રહ્યુ છે, જેથી આ મામલે યોગ્ય ઘટતી કાર્યવાહી કરીને રોડ પર જે તે વિસ્તારમાં ધંધો કરવા દેવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ભાવનગર શહેરમાં મહિલા કોલેજ સર્કલ, રૂપાણી સર્કલ, થોથા સર્કલ, વાઘાવાડી રોડ, નિલમબાગની દિવાલ સહિતમાંથી મ્યુ. તંત્રએ લારી, ગહલા, કેબીનો દુર કરી દીધી છે, છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિલમબાગની દિવાલ ભાવનગરની આગવી ઓળખ છે, ત્યારે તે દિવાલ પાસેથી દબાણો દુર કરવા ખૂદ રાજવી પરિવારે તંત્રને રજુઆત કરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા કડક કાર્યવાહી સતત જારી રાખવામાં આવતા વાઘાવાડી રોડ સહિતમાં સરકારી કર્મચારીઓ, માથાભારે લોકોના લારી, કેબીનો હોવાનુ ખુલ્યુ હતુ, લખપતિ શખસો પોતાની કેબિનો મુકીને બીજાને ભાડે ચલાવવા આપતા હતા. તો ઘણી જગ્યાએ સ્ટેના નામે અન્ય વ્યક્તિઓ કેબિનો રાખીને ઉભા હોવાનુ બહાર આવતા જપ્ત કરવામાં આવી હતી. સ્ટ્રીટ વેન્ડર ઝોન પોલીસી છે, પણ તેનો અમલ થતો નથી. સ્થળ ફાળવાયા છે છતા ત્યા મર્યાદિત સંખ્યામાં લારી ગલ્લા ધારકો લાભ લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech