ચલો મન બ્રિન્દાવન કી ઓર... ભજનથી સભાગૃહ બન્યું મંદિર

  • January 04, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધુર સુરોની સફરમાં સસંગીતિના બીજા દિવસે કો પેટ્રન ભવાની ઈન્ડસ્ટ્રીઝના બે સુરેશભાઈ અને જી.એન અલ્ટકના ગૌરાંગભાઈ છત્રાલા તેમજ શુભેચ્છક ડો. ગટ્રે પરિવારના સભ્યોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં પતિ–પત્નીની પ્રખ્યાત જોડી એવા નંદીની શંકર અને મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ યુઓ માણાવાનો અદ્રત્પત લાહવો મળ્યો હતો. પ્રખ્યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર તેમના પતિ અને સાઉથ ઈન્ડિયામાં એક આયકોનિક કલાકાર તરીકે નામના ધરાવનાર ફ્રી મહેશ રાધવન સાથે હિન્દુસ્તાની શાક્રીય સંગીત અને યુઝન મ્યુઝિક રજૂ
કયુ હતું.
નંદીની શંકર અને મહેશ રાધવને તેમની પ્રથમ પેશકશમાં કર્ણાટકી રાગ કાંબીજી અને રાગ દેશના મિશ્રણથી બનેલ રાગ દેવગીરી બિલાવલ પ્રસ્તુત કર્યેા હતો. મહેશ રાધવને એપલ આઇપેડમાં જીઓ શ્રેડ એપના માધ્યમથી કેવી રીતે સુર અને મીંડકારી વગાડવામાં આવે છે તે સભાગૃહમાં મુકેલ એલ.ઈ.ડી સ્કીનના માધ્યમથી શ્રોતાઓને બતાવ્યું હતું. તેઓ છેલ્લ ા દસ વર્ષથી આઈપેડ પર કર્ણાટકી અને યુઝન મ્યુઝિક વગાડી રહ્યા છે. નંદીનીજી અને મહેશજી એ રાગ ખમાજમાં 'ન માનુંગી' ઠુમરી રજૂ કરી શ્રોતાઓના મન મોહી લીધા હતા. ત્યારબાદ કર્ણાટકી રાગ સિંધુ ભેરવી તથા પ્રચલિત કમ્પોઝિશન ક્રિષ્ના ની બેગને બરો રચના બન્ને એ સુંદર કઠે ગાઈને વાયોલિન અને આઇપેડ પર રજૂ કરી હતી. તેમણે તેમનું ઓરીજનલ કમ્પોઝિશન 'ખમાજ કલેકશન' રજૂ કરી શ્રોતાઓની વાહ વાહી મેળવી હતી. ત્યારબાદ શુદ્ધ સારંગમાં 'પ્લેઇસ કોલ્ડ હોમ' ધૂન રજૂ કરી કે જે યુનને સાંભળવાથી પોતાના ઘરે પરત ફર્યા હોય તેવી શીતળ અનુભૂતિ થાય તેવી ભાવભીની રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે જાને કી જીદ ના કરો તેમના સુંદર ગાયકી સાથે વાયોલીન– કીપેડ સાથે રજૂ કયુ હતું. સભાના અંતે શ્રોતાઓની ફરમાઈશ પર રાધવને કીપેડ પર તેમની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી હેરી પોટરની ફેમસ ધૂન વગાડી રજૂઆતને પૂર્ણવિરામ આપ્યું હતું.
સભાના બીજા ભાગમાં  સાજન મિશ્રાજીએ સૌપ્રથમ તેમના બંધુ પંડીત રાજન મિશ્રાજી કે જેમણે કોવિડકાળમાં ચીર વિદાય લીધી હતી તેમને યાદ કરી દુ:ખ વ્યકત કરી સ્મરણાંજલિ આપી હતી. સાજન મિશ્રાજી એ રાગ માલકાૈંસમાં વિલંબિત એકતાલમાં શ્રીરામ ભગવાનની ધૂન જીનકે મન રામ બિરાજે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ ભકિત ધૂન મન રોકત ઐસો ઢીત લંગરવા તીનતાલમાં રજૂ કરી હતી. ત્યારબાદ એકતાલ મધ્યલયમાં આંગન આયે બલમ તાનયુકત પેશકશ રજૂ કરી હતી. પંડિત સાજન મિશ્રાજી એ જૈફ વયે અદ્રત્પત મીંડકારી અને પ્રભાવશાળી પ્રચડં અવાજ સાથે બનારસ ઘરાનીની ખાસિયત એવી બઢત સાથે કરેલી રાગ માલકાૈંસની પ્રસ્તુતી હંમેશા શ્રોતાઓના સ્મરણમાં જળવાઈ રહેશે. પ.ં સાજન મિશ્રાજી એ અતિમદ્રં સકથી તાર સક સુધી કરેલી રજૂઆત તેઓના રિયાઝની તાકાત દર્શાવે છે, જે સાંભળીને શ્રોતાગણ તાલીઓના ગડગડાટથી વધાવાની ચેષ્ટ્રા રોકી શકયા ન હતા. પંડિતજી એ રાજકોટની કલાપ્રિય જનતાની પ્રશંસા કરતા કહ્યું કે જો આવું શ્રોતાગણ હોય તો ચાર કલાક સુધી પણ રાગ માલકાૈંસ સંભળાવી શકુ છું. ત્યારબાદ પંડિત સાજન મિશ્રાજીના પુત્ર સ્વરાંશ મિશ્રાએ શિવજીના અધોર પથં પર આધારિત પોતે શબ્દબદ્ધ કરેલી રચના રજૂ કરી હતી. સભાના અતં ભાગમાં શ્રોતાઓની ફરમાઈશ પર ચલો મન બ્રિન્દાવન કી ઓર પ્રચલિત ભજન રજૂ કયુ હતું. આ ભાવસભર પેશકશથી જાણે કોઈ મંદિરમાં બેસીને ઈશ્વરની પ્રાર્થના સાંભળતા હોય તેવો ભાવ થતો હતો. પ.ં સાજનજી સાથે બનારસ ઘરાનાના વિનાયક સહાયે સુંદર સારંગીવાદન  પ્રસ્તુત કયુ હતું તેમજ રાજકોટના જાણીતા કથાકાર શ્રી નિજ પોળકિયા તખવામાં અને હી પદાશ પીળકિયા હાર્મેાનિયમમાં ખૂબ સારી સંગત નિભાવી હતી

સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી નામાંકિત મનિષ વ્યાસ આજે સપ્ત સંગીતિમાં
મનીષ વ્યાસ: ભારતીય સંગીત પ્રત્યે ચાહના ધરાવતા રાજકોટના પરિવારમાં જન્મેલા મનિષ વ્યાસની ભારતીય યુઝન સંગીતની દુનિયામાં એક અનોખી ઓળખ છે. તેઓ ગાયક, સંગીતકાર અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલીસ્ટ ક્ષેત્રમાં એક સારા કલાકાર તરીકે ઊભરી આવ્યા છે. તેમણે ગાયનની તાલીમ પંડિત જસરાજજીના વરિ  શિષ્ય ૫ રતન મોહન શર્માજી પાસે પ્રા કરી છે. તેઓ શાક્રીય સંગીત, ભકિત સંગીત, સુફી અને લોકસંગીતમાં સારી પકડ ધરાવે છે. નવ વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં તબલાની તાલીમ જીદે .હસન પાસેથી અને ત્યારબાદ ઉસ્તાદ અલ્લ ારખા ખાન પાસે મેળવી છે. આ ઉપરાંત તેઓ હાર્મેાનિયમ અને સંતુરવાદનમાં પણ ઐંડો રસ ધરાવે છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે મનિષ વ્યાસ વર્ષેાથી સ્વિત્ઝરલેન્ડ સ્થાયી છે, પરંતુ સસંગીતિના કાર્યક્રમમાં આમંત્રણને માન આપી રાજકોટ આવી રહ્યા છે. તેમણે વિદેશના ઘણા નામાંકિત બેન્ડ સાથે યુ.એસ.એ, ઇઝરાયેલ, યુરોપ, ઇન્ડિયા, સિંગાપુર વગેરે દેશોમાં કાર્યક્રમો આપ્યા છે. ત્યારબાદ પોતાનું બેન્ડ બનાવી ૧૦૦ કરતા પણ વધુ કાર્યક્રમો આપ્યા જેમાંનો યાદગાર કાર્યક્રમ ઈશા ફેસ્ટ કોઈમબતુરનો રહ્યો હતો યાં પચાસ હજારથી પણ વધારે શ્રોતાઓએ તેમનું સંગીતને માણ્યું હતું. દુનિયાના લગભગ ૧૭૦ દેશોમાં તેમના ચાહકો છે, જે ઉલ્લ ેખનીય બાબત તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર હિરેન દવે, બાઝ ગિટાર પર હિરેન પીઠડીયા, ફલૂટ પર મેહુલ ધંધુકિયા, તબલા પર હાર્દિક કાનાણી, ઢોલક પર રાજેશ લિબાચિયા, પરકશન પર કેયુર બુધદેવ, વોકલ પર ઋષિકેશ પડા. પ્રિયંકા શુકલ અને હિના સુતરીયા સાથ આપશે


મજુમદાર અને તબલાવાદક પં.સંજુ સહાયને માણવાનો અમૂલ્ય લ્હાવ
પં તેજેન્દ્રનારાયણ મજુમદાર (સરોદ): ૫. તેજેન્દ્રનારાયણ મજુમદાર ભારતના મહિયર ઘરનાના સુપ્રસિદ્ધ સરોદ વાદક પંડિત તેજેન્દ્રનારાયણ મજુમદારજીની તાલીમની શઆત તેમના દાદા વિભૂતિરંજન મજુમદારજી પાસેથી થઈ હતી. ત્યારબાદ વર્ષેા સુધી ઉસ્તાદ બહાદુર ખાન પાસેથી સરોદની ગહન તાલીમ મેળવી હતી. ગુ ઉસ્તાદ બહાદુર ખાનજીના નિધન બાદ તેમણે અજય સિન્હારોય તથા ઉસ્તાદ અલી અકબરખાન ગ્રાહેબ અને ૧ પંડિત રવિશંકરજી પાસેથી  પણ સરોદની તાલીમ મેળવી છે. તેઓ સરોદ વાદનમાં દ્રત્પપદ અગં તંત્રકારી તેમજ ગાયકી અંગની શૈલીઓને બખૂબી રીતે સંયોજિત કરી શકે છે. તેમને પ્રેસિડેન્ટસ ગોલ્ડ મેડલ, ડી વી (પલુસ્કર એવોર્ડ તથા સંગીત નાટક એકેડેમી એવોર્ડ દ્રારા સન્માનિત કરવામાં આવ્યો છે. શાક્રીય સંગીતની સાથે સાથે બંગાળી ફિલ્મોમાં પણ મ્યુઝિક ડિરેકટર તરીકે સંગીત આપ્યું છે. તેમણે દેશના નામાંકિત સંગીત સંમેલનો જેવા કે સક મ્યુઝિક ફેસ્ટિવલ અમદાવાદ, સવાઈ ગંધર્વ ભીમસેન મહોત્સવ પુને, ડોવરલેન મ્યુઝિક કોન્ફરન્સ કલકત્તા, આઈ.ટી.સી. સંગીત સંમેલન કલકત્તા વગેરે જેવા ઉચ્ચ કોટીના સંગીત સંમેલનોમાં સરોદ વાદન પ્રસ્તુત કયુ છે.તેમણે કલકત્તા ખાતે ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબની યાદમાં સ્વર સમ્રાટ ફેસ્ટિવલનું આયોજન કયુ છે જેમાં દેશ– વિદેશના દિગ્ગજ કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરે છે. આમ આ શાક્રીય સંગીત જગત માટે તેમનું યોગદાન નોંધનીય અને પ્રશંસનીય છે. તેઓ શ્રેષ્ઠ સરોદ વાદક હોવા ઉપરાંત એક બહત્પમુખી પ્રતિભાવન ગુ પણ છે જેમણે અનેક શિષ્યોને જેમાં યુવા પેઢીના ઉત્કૃષ્ટ્ર કલાકાર તરીકે તેમના સુપુત્ર ઇન્દ્રયુદ્ધ મજુમદારનું નામ ઉલ્લ ેખનીય છે.
પં સંજુ સહાય (તબલા): ૫. સંજુ સહાય બનારસ ઘરાનાના સુપ્રસિદ્ધ તબલા વાદક છે. ફકત નવ વર્ષની ઉંમરે બનારસ ખાતે તબલાવાદક તરીકે એકાકી પ્રદર્શન કરનાર તેઓ વિદ્રાન તબલા વાદક પંડિત શારદા સહાયજીના શિષ્ય તથા સુપુત્ર છે. અસાધારણ અને ઉત્કૃષ્ટ્ર તબલાવાદક પંડિત સંજુ સહાયજી તેમની શકિત શુદ્ધતા અને ઉપજ અંગથી તેમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા અને મોહિત કરવા માટે જાણીતા છે. પરંપરાગત ભારતીય સંગીતની સાથે સાથે તેઓ નિયમિતપણે વિવિધ શૈલીઓ જેમ કે ઇજિપ્શિયન,ઓપેરા, વેસ્ટન કલાસિકલ, બ્લૂઝ સંગીત તેમજ અન્ય સમકાલીન સંગીત સાથે પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમણે યુકે, યુરોપ, મિડલ ઇસ્ટ, યુએસએ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના પ્રતિિ ત સભાગૃહોમાં કાર્યક્રમો આપ્યા છે. તેમણે પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી, પીડત શિવકુમાર શર્માજી, ઉસ્તાદ વિલાયત ખાન, ઉસ્તાદ શાહિદ પરવેઝજી, પંડિત બિરજુ મહારાજજી, પંડિત રાજન સાજન મિશ્રાજી, પંડિત જસરાજજી, પંડિત અજય ચક્રવર્તીજી, વિદૂષી કલા રામનાથજી જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે તબલા સંગત કરી છે. તેઓ એક સંપૂર્ણ સ્વતત્રં તબલાવાદક ઉપરાંત એક શ્રે  ગુ પણ છે તેઓ યુકે ખાતે સંગીતના વિધાર્થીઓને ભારતીય સંગીત વિશે જ્ઞાન આપી રહ્યા છે.પ્રસિધ્ધ સરોદ વાદક પં.તેજેન્દ્રનારાયણ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application